વડોદરા પછી વલસાડમાં ડખો! કોંગ્રેસ ઘેલમાં, ભાજપે કરવા પડ્યા ખુલાસા, શું અહીં પણ બદલાશે ઉમેદવાર?
વલસાડ બેઠક પર હાલ લોકસભાનો માહોલ બરાબર જામ્યો છે. બન્ને ઉમેદવાર પ્રજા વચ્ચે જઈને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ અગ્રણી નેતાઓએ પણ પાર્ટી માટે મત માગી રહ્યા છે. ભાજપમાંથી મૂળ વાસદાના ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
Trending Photos
Loksabha Election 2024: વલસાડ બેઠક પર હાલ પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. બન્ને આદિવાસી ઉમેદવાર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બન્ને ઉમેદવાર એકબીજા પર આકરા પ્રહાર કરી પ્રજાને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં આ બેઠક એક પત્રિકા વિવાદ સામે આવ્યો છે. આ વિવાદે ભારે ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પત્રિકાને કારણે કોંગ્રેસ ઘેલમાં છે તો ભાજપે ખુલાસા કરવા પડ્યા છે.
- વલસાડમાં જામ્યો ચૂંટણીનો જંગ
- ભાજપ-કોંગ્રેસના એકબીજા પર પ્રહાર
- બન્ને ઉમેદવારનો આક્રમક પ્રચાર
- પ્રચાર વચ્ચે નનામી પત્રિકા વાયરલ
- ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પત્રિકા વાયરલ
ZEE 24 Kalak Exclusive; ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારો બદલાવાની અટકળોનો અંત
વલસાડ બેઠક પર હાલ લોકસભાનો માહોલ બરાબર જામ્યો છે. બન્ને ઉમેદવાર પ્રજા વચ્ચે જઈને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ અગ્રણી નેતાઓએ પણ પાર્ટી માટે મત માગી રહ્યા છે. ભાજપમાંથી મૂળ વાસદાના ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ધવલ પટેલ ભાજપના અનુસુચિત મોરચામાં રાષ્ટ્રીય લેવલે કામ કરી ચુક્યા છે. તો કોંગ્રેસ વાસદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બન્ને વચ્ચે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યાં જ એક નનામી પત્રિકા વાયરલ થતાં ભાજપનું ટેન્શન વધી ગયું છે.
જે પત્રિકા વાયરલ થઈ તેમાં કહેવામાં આવ્યું છે કે ધવલ પટેલના નામથી સ્થાનિક કાર્યકરો નારાજ છે. ધવલ પટેલ મત વિસ્તારથી બહાર સુરતમાં રહે છે. પાર્ટી કોઈ સ્થાનિક અગ્રણીને ટિકિટ આપે...ધવલ પટેલ વલસાડના કોઈ કાર્યકરો સાથે સંપર્કમાં ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ પત્રિકા વાયરલ થતાં જિલ્લા ભાજપના હોદ્દેદારો દોડતા થઈ ગયા છે. પત્રિકા કોણે વાયરલ કરી તે શોધી શકાયું નથી. પરંતુ સ્થાનિક ભાજપમાં નારાજગી મુદ્દે વલસાડ બેઠકના પ્રભારીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આ વાત સદંતર ખોટી છે. તમામ સાથે મળી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અને ભાજપની ભવ્ય જીત થશે.
તો આ મુદ્દે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે પણ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, ધવલ પટેલ મૂળ વલસાડ જિલ્લાના જ છે. કોંગ્રેસ દ્વારા આ ખોટો મુદ્દો ચગાવવામાં આવ્યો છે. જિલ્લા ભાજપમાં પણ કોઈ નારાજગી નથી. તમામ લોકો એક જ વિશ્વાસે ધવલ પટેલને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે. પત્રિકા વિવાદ થતાં કોંગ્રેસ ઘેલમાં આવી ગઈ છે. કોંગ્રેસ દાવો કરી રહી છે કે અમારા ઉમેદવાર તો સ્થાનિક જ છે. અને સ્થાનિક ધારાસભ્ય પણ છે. કોંગ્રેસના ઉમેદવારે દાવો કર્યો કે ભાજપ તેમના ઉમેદવાર બદલે તો મને કોઈ વાંધો નથી. આ તેમનો અંગત મામલો છે. મારા માટે સામેથી કોઈ પણ ઉમેદવાર હોય મારી જીત નિશ્ચિત છે.
વલસાડ બેઠક ખુબ જ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે આ બેઠક પર જે પાર્ટીની જીત થાય તેની સત્તા કેન્દ્રમાં આવે છે. વલસાડથી ભાજપ ઉમેદવાર બદલશે તેવી અફવાઓ હાલ ફેલાઈ રહી છે પરંતુ ભાજપના નેતાઓએ આ તમામ વાતોને ફગાવી દીધી છે. કોંગ્રેસ હારી રહી હોવાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે. ત્યારે હાલ તો આ પત્રિકાને કારણે જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું છે. જોવાનું રહેશે કે આ મામલે આગળ શું થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે