તરફડિયાં મારતી બાળકી સાથે ખરાબ રીતે દુષ્કર્મ, બાદમાં ટૂંપો દીધો, મહારાષ્ટ્રની વિદ્યાર્થિનીની લાશ ગુજરાતમાં ફેંકાઈ!
વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા ઉમરગામના વાંકાછ ગામ નજીક સૂમસાન સ્થળ પરથી 10 વર્ષેની એક બાળકીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે સમગ્ર ઉમરગામ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
Trending Photos
ઝી બ્યુરો/વલસાડ: આજના કલયુગમાં કોઈ પણ ઉમરની સ્ત્રીઓ સલામત નથી તેમાંય નાની બાળકી ઓ અને સગીરાઓ સરળતાથી હેવાનોનો શિકાર થઇ જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ પરિચિત દ્વારા જ બાળકીઓએ નિશાન બનાવતા હોય છે, ત્યારે ફરી એકવાર રાજ્યના છેવાડે આવેલ ઉમરગામ અને મહારાષ્ટ્રની હદમાં એક 10 વર્ષીય બાળકીને હવસખોરે શિકાર બનાવી છે. એટલેથી ન અટકતા આ માસૂમ બાળકીની હત્યા કરતા પણ નરાધમ અટક્યો નથી. ત્યારે કોણ છે આ હેવાન ઈસમ અને શા માટે માસૂમને પીંખી નાખી છે?
વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા ઉમરગામના વાંકાછ ગામ નજીક સૂમસાન સ્થળ પરથી 10 વર્ષેની એક બાળકીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે સમગ્ર ઉમરગામ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. તાત્કાલિક ઉમરગામ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતક બાળકીના ઓળખ માટેની તપાસ કરી હતી.
આ દરમિયાન બનાવ ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પરનો હોવાથી વલસાડ પોલીસે મહારાષ્ટ્રની તલાસરી પોલીસનો પણ સંપર્ક કર્યો હતો.આથી મહારાષ્ટ્ર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે મૃતક બાળકી મહારાષ્ટ્રના તલાસરી ની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા મૃતક બાળકીના અપહરણ બાદ તેના પર દુષ્કર્મ આચરી અને તેની નિર્મમ રીતે ગળું દબાવી અને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
આ બનાવ ને ગંભીરતાથી લઈ ઘટના સ્થળે પહોંચેલી મહારાષ્ટ્ર પોલીસ અને ગુજરાત પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક બાળકી તલાસરી વિસ્તારની જ રહેવાસી હતી. જે ગઈકાલે સ્કૂલે જવા નીકળી હતી. અને ત્યારબાદ સ્કૂલથી ઘરે પરત નહીં ફરતાં તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી જે નહીં મલી આવતા આખરે તલાસરી પોલીસ સ્ટેશનમાં મૃતક બાળકીના સ્વજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી .આથી મહારાષ્ટ્રની તલાશરી પોલીસ પણ મૃતક બાળકીની શોધખોળ કરી રહી હતી. એ દરમિયાન ઘટના બહાર આવી હતી.
જોકે મહારાષ્ટ્ર પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ આ મામલામાં એક આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. મૃતક આરોપી રમેશ દુબળા પીડિત મૃતક બાળકીની નજીક જ રહેતો હતો. જેણે આ બાળકી જ્યારે સ્કૂલ જઈ રહી હતી એ વખતે રસ્તામાંથીજ અપહરણ કર્યું હતું. અને બાઈક પર બેસાડી તે ગુજરાતના ઉમરગામ પોલીસ સ્ટેશન ની હદ માં લઈ આવ્યો હતો. અને ત્યારબાદ આ બાળકી પર નરાધમ રમેશ દુબળા એ દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
જોકે એથી પણ વિશેષ ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે મૃતક બાળકીના કોઈ સગા અને નરાધમ આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. તેને લઈને જ આ નરાધમ આરોપીએ માસુમ બાળકીનું પ્રથમ અપરણ કર્યું અને ત્યારબાદ તેને પીંખી નાખી અને નિર્મમ રીતે હત્યા કરી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
મહારાષ્ટ્ર પોલીસે આરોપી રમેશ દુબળા ને મેડિકલ માટે લઇ જવાયો હતો .આરોપી પર ધારા 302 અને પોસ્કો એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે .આ કિસ્સા પરથી ફલિત થાય છે કે નાના બાળકો ના શોષણ માં કોઈ ને કોઈ પરિચિત કે સગા સંબંધી હોય છે .ત્યારે વાલીઓ માટે ચેતવણી આપતો આ કિસ્સા માં આરોપી પણ પીડિતા નો પરિચિત જ હતો અને હવસ ના પૂજારી એ માત્ર 10 વર્ષ ની બાળકી સાથે દુસ્કર્મ કરી ન અટકતા તેની કરપીણ હત્યા કરતા પણ અચકાયો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે