સોનેરી સપના જોતાં યુવકને 'સપના' ભારે પડી, ગૌતમભાઇની 'ગેમ' થઇ ગઇ પણ ખબર ન પડી

સુરતના લાભેશ્વર વિસ્તાર ફરસાણની દુકાન ચલાવતા ગૌતમભાઈ ધનેશા લગ્ન માટે એક પાત્ર શોધી રહ્યા હતા. તે દરમ્યાન ત્યાં દલાલ અવારનવાર આવતા અને તેમને તથા તેમના પિતાને કહેતા હતા કે, તમારા દીકરાના લગ્ન કરવા હોય તો અમારા ધ્યાનમાં એક ઠેકાણું છે.

સોનેરી સપના જોતાં યુવકને 'સપના' ભારે પડી, ગૌતમભાઇની 'ગેમ' થઇ ગઇ પણ ખબર ન પડી

ચેતન પટેલ, સુરત: સુરતના વરાછા વિસ્તારમાં એક યુવકને દલાલોએ ફસાવીએ વલસાડમાં યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના થોડા દિવસોમાં મહિલા લગ્નમાં મળેલ રોકડા અઢી લાખ તેમજ સોનાનાં દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દલાલી કરાવનાર બે આરોપીઓ સહિત લૂંટેરી દુલ્હન અને તેના પરિવારજનોને ઝડપી પાડવામાં આવ્યા છે. 

સુરતના લાભેશ્વર વિસ્તાર ફરસાણની દુકાન ચલાવતા ગૌતમભાઈ ધનેશા લગ્ન માટે એક પાત્ર શોધી રહ્યા હતા. તે દરમ્યાન ત્યાં દલાલ અવારનવાર આવતા અને તેમને તથા તેમના પિતાને કહેતા હતા કે, તમારા દીકરાના લગ્ન કરવા હોય તો અમારા ધ્યાનમાં એક ઠેકાણું છે. ત્યારબાદ દલાલ દ્વારા અન્ય દલાલનો સંપર્ક કરી ગૌતમનું વલસાડ ખાતે રહેતી સપના નામની યુવતી સાથે લગ્નનું નક્કી કર્યું હતું. 

આ લગ્ન વખતે ગૌતમના પરિવારને અઢી લાખ રૂપિયા રોકડા આપ્યા હતા, 40 જોડી કપડા અને દાગીના આપ્યા હતા. લગ્ન બાદ થોડા દિવસ માટે સપના ગૌતમના ઘરે રોકાય હતી. બાદમાં પીયર તેમના માતા ઘરે ફેરો કરવા લઈ ગયા હતા. જોકે થોડા દિવસે પરત ન આવતા ગૌતમભાઈ અને તેનો પરિવાર વલસાડ પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે સપનાના પરિવારે ઘણા લોકોને ફસાવ્યા છે. જેથી તેને છેતરપીંડીની લાગણી થઈ હતી અને વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી.

પોલીસે બાતમીના આધારે અગાઉ હિતેશ ઉર્ફે રસિકભાઈ કાપડિયા અને ઘુઘાભાઇ ઉર્ફે દિનેશભાઈ કથડભાઈ કાછડને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને આરોપીઓએ સપના નામની મહિલા સાથે ગૌતમના લગ્ન કરાવ્યા હતા. પૂછપરછમાં માલુમ પડ્યું કે સપના ભીવંડી વિસ્તારમાં રહે છે જેથી પોલીસે સપના એટલે કે રોહિણી ઉર્ફે સોની ગિરિરાજ શિંદેને ઝડપી પાડી હતી. આ સાથે જ તેમની બહેન નયના ગુરુરાજ શિંદે, માતા સંગીતા ગુરુરાજ શિંદે અને પિતા ગુરુરાજ આનંદ શિંદેની ધરપકડ કરી હતી. હાલ સપનાએ અગાઉ કેટલા લોકો સાથે છેતરપીંડી કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news