Smartphone Blast: રિંગ વાગતા જ બોમ્બની જેમ ફાટ્યો મોબાઈલ ફોન, Video જોઈ હચમચી જશો

આ વીડિયો દરેકે જોવા જેવો છે. સ્માર્ટ ફોન કેમ બ્લાસ્ટ થાય છે અને તેવું ન થાય તે માટે શું સાવચેતી રાખવી જોઈએ તે ખાસ જાણો. છેલ્લા કેટલાક સમયથી અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં અલગ અલગ બ્રાન્ડના સ્માર્ટફોન બોમ્બની જેમ ફાટ્યા. હાલમાં જ ભારતમાં પણ આવો એક અકસ્માત જોવા મળ્યો જ્યાં ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી  (Xiaomi) નો એક સ્માર્ટફોન અચાનક બ્લાસ્ટ થયો.

Smartphone Blast: રિંગ વાગતા જ બોમ્બની જેમ ફાટ્યો મોબાઈલ ફોન, Video જોઈ હચમચી જશો

Xiaomi Smartphone Blast Latest News: છેલ્લા કેટલાક સમયથી અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં અલગ અલગ બ્રાન્ડના સ્માર્ટફોન બોમ્બની જેમ ફાટ્યા. હાલમાં જ ભારતમાં પણ આવો એક અકસ્માત જોવા મળ્યો જ્યાં ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી  (Xiaomi) નો એક સ્માર્ટફોન અચાનક બ્લાસ્ટ થયો. અત્રે જણાવવાનું કે આ ઘટના મોબાઈલ રિપેર શોપ પર ઘટી અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ હતી. આ સ્માર્ટફોન કેવી રીતે ફાટ્યો અને કોઈને ઈજા તો થઈ નથી ને...આ ઉપરાંત સ્માર્ટફોન કેમ ફાટે છે તે તમામ વિગતો ખાસ જાણો. 

રિંગ વાગતા જ બોમ્બની જેમ ફાટ્યો સ્માર્ટફોન
આ ઘટના 17 ઓગસ્ટ 2022ની છે અને મધ્ય પ્રદેશના બાટઘાટની એક રિપેર શોપમાં ઘટી હતી. દુકાનદારે જણાવ્યું કે એક વ્યક્તિ પોતાનો સ્માર્ટફોન રિપેર કરાવવા માટે આવ્યો હતો.  કારણ કે તેના ફોનની બેટરી ફૂલવા લાગી હતી. દુકાનદારનું એવું કહેવું છે કે ફોન તેની દુકાને હતો ત્યારે અચાનક તેના પર ફોન આવ્યો. રિંગ વાગતા જેવો તેણે સ્માર્ટફોન પોતાના હાથમાં લીધો કે તે બોમ્બની જેમ ફાટ્યો. એવું કહેવાય છે કે આ ફોન સ્માર્ટફોન કંપની શાઓમી  (Xiaomi) નો છે. 

સ્માર્ટફોન ફાટવાનું કારણ
જો તમે વિચારી રહ્યા છો કે આ સ્માર્ટફોન અચાનક કેવી રીતે ફાટ્યો તો અમે તમને જણાવીએ કે આ ફોનની બેટરી ફૂલી ગઈ હતી અને કોલ આવ્યો ત્યારે બેટરીમાં વિસ્ફોટ થયો ત્યારબાદ ફોનમાં આગ લાગી ગઈ. આ રીતની ઘટનાઓ પહેલા પણ ઘટી ચૂકી છે અને મોટાભાગના કેસમાં કારણ બેટરી સંલગ્ન જોવા મળ્યું છે. અત્રે જણાવવાનું કે આ અકસ્માતમાં દુકાનદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી. 

જુઓ Video

ક્યાંક તમે આ ભૂલ તો નથી કરતા ને!
સ્માર્ટફોનનું ફાટવું આજે એટલું સામાન્ય થઈ ગયું છે કે તે ગમે તેની સાથે ઘટી શકે છે. આવું તમારી સાથે ન થાય તે માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અમે તમને જણાવીએ કે એવી કઈ ભૂલ છે જેનાથી તમારે બચવું જોઈએ જેથી કરીને તમારો સ્માર્ટફોન બ્લાસ્ટ ન થાય. સામાન્ય રીતે સ્માર્ટફોન જ્યારે ગરમ થઈ જાય એટલે બ્લાસ્ટ થતો હોય છે. આવું ત્યારે થાય જ્યારે ફોનને જરૂરિયાત કરતા વધુ સમય માટે ચાર્જ કરવામાં આવે. કે પછી ચાર્જ કરતી વખતે તમે ફોન યૂઝ કરો. આ પ્રકારની  ભૂલો જે ખુબ સામાન્ય છે તે આપણે કરવી જોઈએ નહીં. આ ભૂલોથી બચશો તો સ્માર્ટફોન વિસ્ફોટ જેવી દુર્ઘટનાઓથી બચી શકશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news