દિયર-ભાભીની કારને આંતરીને ત્રણ યુવકો ભાભીને લઈ ગયા, આખી ઘટના જાણીને પોલીસને પણ કંપારી છૂટી

રાજ્ય સરકાર મહિલા સુરક્ષાને લઈને મોટા દાવાઓ થઇ રહ્યાં છે. જોકે રાજ્ય માં કોઈ ઉંમરની સ્ત્રીઓ સાથે દરરોજ કોઈ ને કોઈ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક યુવતીના અપહરણની ઘટના પ્રકાશમાં આવી છે. ઉમરગામની ભીલાડ પોલીસ સહિત એસઓજી અને એલસીબી પોલીસની ટીમે ગણતરીના સમયમાં યુવતીનો 3 અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છૂટકારો કરાવ્યો હતો. જોકે મહિલાના મેડિકલ બાદ જે ખુલાસાઓ થયા છે તે સાંભળી ને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે મહિલા સાથે ગેંગરેપ થયો હતો. 
દિયર-ભાભીની કારને આંતરીને ત્રણ યુવકો ભાભીને લઈ ગયા, આખી ઘટના જાણીને પોલીસને પણ કંપારી છૂટી

નિલેશ જોશી/ભીલાડ :રાજ્ય સરકાર મહિલા સુરક્ષાને લઈને મોટા દાવાઓ થઇ રહ્યાં છે. જોકે રાજ્ય માં કોઈ ઉંમરની સ્ત્રીઓ સાથે દરરોજ કોઈ ને કોઈ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક યુવતીના અપહરણની ઘટના પ્રકાશમાં આવી છે. ઉમરગામની ભીલાડ પોલીસ સહિત એસઓજી અને એલસીબી પોલીસની ટીમે ગણતરીના સમયમાં યુવતીનો 3 અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છૂટકારો કરાવ્યો હતો. જોકે મહિલાના મેડિકલ બાદ જે ખુલાસાઓ થયા છે તે સાંભળી ને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે મહિલા સાથે ગેંગરેપ થયો હતો. 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં એક મહિલાના અપહરણની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, પોતાના ભાભીની તબિયત ખરાબ હોવાથી તેમને દવાખાને લઈ જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદી તેમની ભાભીને પોતાની કારમાં જ દવાખાના તરફ લઈ ગયા હતા. ત્યારે સરીગામ નજીક ત્રણ વ્યક્તિઓ દ્વારા અચાનક તેમની કારને આંતરી હતી. કારને રોકી અને ફરિયાદીને બહાર કાઢી તેને ઢોરમાર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ કારમાં બેસેલા ફરિયાદીના ભાભીને બળજબરીપૂર્વક કારમાં જ લઈને આરોપીઓએ આ પીડિત મહિલાનું અપહરણ કર્યું હતું. ફરિયાદ મળતા જ વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઇ ગઇ હતી અને આરોપીઓને ઝડપવા વલસાડ એલ.સી.બી ,એસ.ઓ.જી પોલીસ સ્ટેશન અને ઉમરગામ પોલીસ સ્ટેશન સહિત વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ભીલાડ દોડી આવ્યો હતો. વલસાડ પોલીસ દ્વારા ગણતરીના સમયમાં 3 આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડયા હતા.

ભીલાડ પોલીસ સ્ટેશનમાં એક મહિલાના અપહરણનો કોયડો તો ભીલાડ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાંખ્યો હતો અને પોલીસે રાતભર વિવિધ ટીમો બનાવી અપહરણ થયેલ યુવતીને બચાવી લીધી હતી. લસાડ પોલીસે સુનિલ વિજય વારલી, રાહુલ બાબુરાવ કમાલે અને સુરજ વિદ્યાનંદ ઝા નામના આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે જયારે મહિલાએ પોતાની સાથે રેપ થયો હોવાની ફરિયાદ પોલીસને કરી ત્યારે પોલીસની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. 

ગણતરીના સમયમાં મહિલાને બચાવનાર પોલીસને એ વાતનો અફસોસ હતો કે, મહિલાની ઈજ્જત બચાવી શક્યા ન હતા. પોલીસે તાત્કાલિક પીડિત મહિલાનું મેડિકલ કરાવ્યુ હતું. મેડિકલમાં મહિલા સાથે રેપ થયો હોવાનો ખુલાસો થતા અપહરણનો આ ગુનો ગેંગ રેપમાં પરિવર્તીત થયો હતો. ભીલાડ પોલીસે આરોપીઓના મેડિકલ અને કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી કરી છે.

ભીલાડ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. જોકે આરોપીઓના મતે આ યુવતી અનૈતિક પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલી હતી અને આરોપીઓએ આ મહિલાના ચરિત્ર પર શંકા રાખી પ્લાન ઘડીને જ આ યુવતી સાથે સંબંધ બાંધવા જ તેનું અપહરણ કર્યું હતું. જોકે ભીલાડ પોલીસે હાલ તો આરોપીના રિમાન્ડ મેળવી આ અપહરણ અને ગેંગ રેપના કેસ મામલે વધુ તપાસ શરુ કરી છે. 

જોકે પોલીસની તપાસમાં સામે આવ્યુ કે, આરોપી સુનિલ વિજય વારલી અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. તો અન્ય એક આરોપી સુરજ ઝા પણ પ્રોહિબિશનના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. ત્યારે મહિલાને આનંદ અને પ્રમોદની ચીજ વસ્તુઓ માનતા આવા હવસખોરો ને કડક સજા થાય તેવી માંગ પીડિત પરિવાર દ્વારા કરવામા આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news