શોકિંગ લાઈવ મોત : બિલ્ડર મંદિરમાં બે હાથ જોડીને પ્રાર્થના કરતા હતા, ત્યારે જ આવ્યું મોત

શોકિંગ લાઈવ મોત : બિલ્ડર મંદિરમાં બે હાથ જોડીને પ્રાર્થના કરતા હતા, ત્યારે જ આવ્યું મોત
  • વલસાડના જાણીતા બિલ્ડર વડોદરાના સ્વામીનારાયણ મંદિરમાં દર્શન માટે આવ્યા હતા
  • મંદિરમાં આવેલા બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત, સીસીટીવીમાં કેદ થઈ આખી ઘટના 

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરતી વખતે વલસાડના જાણીતા બિલ્ડરને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. મંદિર પરિસરમાં બનેલી આ ઘટનાનો શોકિંગ લાઇવ વીડિયો સામે આવ્યો છે.
 
વલસાડના જાણીતા બિલ્ડર વડોદરા મંદિરમાં દર્શન માટે આવ્યા હતા 
વડોદરાના સ્વામીનારાયણ મંદિરમાં બનેલી ઘટના અંગે મળેલી માહિતી પ્રમાણે, વલસાડના રહેવાસી અને જાણીતા બિલ્ડર જયંતિ ખાલપ એક સપ્તાહ પહેલાં વડોદરામાં કામ અર્થે આવ્યા હતા. ભગવાન સ્વામીનારાયણમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા જયંતિભાઇ ખાલપ વડોદરાના જાણીતા સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં પહોંચેલા જયંતિભાઇએ ભગવાનને શિશ ઝુંકાવી પ્રાર્થના કરી હતી. શિશ ઝૂંકાવીને ભગવાનને પ્રાર્થના કર્યા બાદ બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા હતા તે જ સમયે હાર્ટ એટેક આવતા જમીન પર પટકાયા હતા અને ભગવાનના ચરણોમાં શ્રીજી શરણ થયા હતા. 

બે હાથ જોડતા સમયે જ હાર્ટ એટેક આવ્યો 
વલસાડના બિલ્ડર જયંતિભાઇ જમીન પડતાં જ તેઓની સાથે આવેલી મહિલા તેમજ દર્શન કરી રહેલા અન્ય શ્રધ્ધાળુઓ ચોંકી ઉઠ્યા હતા. તુરત જ તમામ તેમની પાસે દોડી આવ્યા હતા. બિલ્ડર સાથે આવેલ મહિલા સહિત અન્ય દર્શનાર્થીઓએ હોસ્પિટલ લઇ જવા માટે પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવે તે પહેલાં જ મંદિર પરિસરમાં પટકાંતાની સાથે જ શ્રીજી શરણ થઇ ગયા હતા. આ બનાવે તે સમયે ભારે ચકચાર જગાવી મૂકી હતી. 

મોતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
એક સપ્તાહ પૂર્વે બનેલી આ ઘટનાનો લાઇવ મોતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આઘાતજનક આ વીડિયોમાં વલસાડના બિલ્ડર જયંતિભાઇનો મોત કેદ થયું છે. વડોદરાના કયા સ્વામીનારાયણ મંદિરમાં આ ઘટના બની હતી. તે અંગે કોઇ વિગત જાણવા મળી નથી. પરંતુ, વડોદરામાં જ બનેલી આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોએ ભારે ચકચાર જગાવી મૂકી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news