હવે તો હદ થઈ! અંતે સગીરને સાધુનો વેશ ધારણ કરી દેવાયો, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં!

સુરત સિલ્વર ચોક ખાતે આવેલ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બળજબરી પૂર્વક સગીરને સાધુ બનાવ્યાનો આરોપ લાગ્યો છે. 17 વર્ષ અને 10 મહિનાના સગીરને સાધુ બનાવ્યાનો આરોપ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધ્રુવ પ્રવીણ ભાઈ સોજીત્રાને સાધુ બનાવાયો છે. પિતા પ્રવીણ ભાઈ સોજીત્રાએ આ આરોપ લગાવ્યો છે.

હવે તો હદ થઈ! અંતે સગીરને સાધુનો વેશ ધારણ કરી દેવાયો, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં!

ઝી બ્યુરો/સુરત: સાધુ બનવું અને સંસારનો ત્યાગ કરવો તે કંઈ નાની સુની વાત નથી. સંસારની મોહમાયામાંથી મુક્ત થઈને પરમાત્માને સર્વસ્વ અર્પણ કરી દેવું તે જ્યારે અંદરથી ભાવ જાગે ત્યારે થવાય છે. પરંતુ કોઈ બાળક કે યુવાનનું બ્રેનવોશ કરીને બળજબરીથી સાધુ બનાવવો કેટલું ઉચિત છે? સ્વામિનારાયણ સંસ્થાઓના સાધુઓ પર કોમળ બાળકો પર બ્રેનવોશના આક્ષેપ લાગ્યા છે. શિક્ષણના નામે ચાલતી તેમની ગુરુકુળોમાં બાળકોને સાધુ બનાવવાના પાઠ ભણાવાતા હોવાનો આરોપ લાગ્યા છે. ગુજરાતમાંથી સામે આવેલી બે ઘટનાથી હાહાકાર મચી ગયો છે. શું છે આ બન્ને ઘટના?

સંસારની તમામ મોહમાયા છોડી દેવી અને વૈભવ છોડી વૈરાગ્ય અપનાવવું તે કંઈ નાનીસુની વાત નથી. પરંતુ આ બધુ ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિની પોતાની મરજી હોય.ગુજરાતમાંથી સામે આવેલી આ બે ઘટનાઓથી ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય પર સવાલ ઉઠ્યા છે. પહેલી ઘટના સુરતની છે, જ્યાં વડતાલ ગાદીના સાધુ પર વિદ્યાર્થીનું બ્રેઈનવોશ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. તો બીજી ઘટના પણ કંઈક એવી જ છે. જ્યાં એક નાનકડા બાળકનું બ્રેઈનવોશ કરી તેને સાધુ બનાવવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લાગ્યો છે. આ બન્ને ઘટનામાં આરોપી વિદ્યાર્થીના માતા-પિતાએ જ લગાવ્યો છે.

સ્વામીનારાયણ સંસ્થાના સાધુઓ સામે જે આક્ષેપ લાગ્યા છે તે ખુબ જ ગંભીર છે. એટલા ગંભીર કે તેને ક્યારેય માફ કરી શકાય તેમ નથી. એક પિતાની આંખમાં આંસુ સુકાતા નથી, રોઈ રોઈને તેમના હાલ બેહાલ થઈ ગયા છે. આ પિતાને આંખમાં આંસુ લાવવાનું કામ સ્વામિનારાયણના સાધુઓએ કર્યું છે. પોતાના એકના એક વ્હાલસોયાને પોતાનાથી દૂર કરવાનું કામ વડતાલ સ્વામિનારાયણ સંસ્થાએ કર્યું છે. પિતાએ પોતાના લાડકવાયાને સારા શિક્ષણ માટે સ્વામિનારાયણ સંસ્થામાં મુક્યો હતો પરંતુ આ સંસ્થાએ શિક્ષણની સાથે સગીરનું બ્રેઈનવોશ કરીને સાધુ બનવાનું શિક્ષણ આપ્યું. સતત એક વર્ષ સુધી તેનું બ્રેઈનવોશ કરાયું અને અંતે તેને સાધુનો વેશ ધારણ કરાવી દેવામાં આવ્યો. દીકરો મોટો થઈ પોતાનો આસરો બનશે તે સપનાં જોતા પિતાના સપના ચકનાચુર કરી દેવામાં આવ્યા.

સ્વામીનારાયણ સાધુ પર શું આક્ષેપ? 

  • લાડકવાયાને સારા શિક્ષણ માટે સ્વામિનારાયણ સંસ્થામાં મુક્યો હતો
  • સગીરનું બ્રેઈનવોશ કરીને સાધુ બનવાનું શિક્ષણ આપ્યું
  • સતત એક વર્ષ સુધી તેનું બ્રેઈનવોશ કરાયું
  • અંતે સગીરને સાધુનો વેશ ધારણ કરાવી દેવામાં આવ્યો

સ્વામિનારાયણના સાધુઓએ આ વિદ્યાર્થીનું બ્રેઈનવોશ એટલી હદ સુધી કરી નાંખ્યું હતું કે તે પોતાની જનેતાને પણ ઓળખવા તૈયાર ન હતો. માતા-પિતાને મળવા રાજી ન હતો. માતા-પિતાએ કંટાળી પુત્ર ગુમ થયાની ફરિયાદ પણ લખાવી હતી પરંતુ પુત્રને સાધુ બનાવી દેવામાં આવ્યો છે તેવી જાણ પિતા અને પરિવારજનોને થઈ તો તેઓ સ્વામિનારાયણની આ સંસ્થામાં પહોંચ્યા. ત્યાં જોયું તો પુત્રએ સફેદ વસ્ત્રો ધારણ કરીને સાધુતા પાઠ શીખી રહ્યો હતો. પરિવારજનો તેનો પાછો લેવા માટે પહોંચ્યા તો ત્યાં કંઈ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

સાચા ભગવાનનો ઓળખો 

  • માતા-પિતાને રોતા મુકી પથ્થરના ભગવાનની પૂજા સફળ થતી નથી
  • ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે, આપણા પહેલા ભગવાન માતા-પિતા છે
  • માતા-પિતાને દુઃખી કરીને પ્રભુ ભક્તિ કરીએ તો તે ભક્તિ વ્યર્થ જાય છે

પિતા પોતાના પુત્રને પરત લેવા માટે આજીજી કરી રહ્યા હતા. જ્યારે પિતાની મંજૂરી વગર પુત્રને સાધુ બનાવી દેનારા સ્વામીનારાયણના સાધુ તેને આપવા તૈયાર ન હતા. આ ઘટના પછી મામલો એટલી હદ સુધી બગડી ગયો હતો કે પોલીસ બોલાવવાની ફરજ પડી. પોલીસે સાધુ બની ગયેલા પુત્રને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તો આ આખી ઘટનામાં જેની પર આક્ષેપ લાગ્યો તે સ્વામિનારાયણના સાધુ પોતાનો બચાવ કરતાં મીડિયા સામે કંઈ બોલવા તૈયાર ન હતા.

સાધુ બનવાના આવા છે નિયમો? 

  • સાધુ થઈને પોતાના માતા-પિતાને જ ભૂલી જવા?
  • જન્મ આપનારી જનેતાને છોડી દેવી?
  • પરમાત્મા સમાન પિતાને સંસારમાં એકલા છોડી દેવા?

સંસારની મોહમાયા છોડી વૈરાગ્યને અપનાવવું તેના માટે પણ ખુદ ભગવાને નિયમો બતાવ્યા છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં તેની વિસ્તૃત વાત કરાઈ છે. સાધુ થઈને પોતાના માતા-પિતાને જ ભૂલી જવા?, જન્મ આપનારી જનેતાને છોડી દેવી?, પરમાત્મા સમાન પિતાને સંસારમાં એકલા છોડી દેવા?. શું આ સાધુ બનવાના નિયમો છે?. ભગવાન પણ જેને ભગવાન માને છે તે માતા-પિતાને રોતા મુકી પથ્થરના ભગવાનની પૂજા કરીએ તો તે પૂજા ક્યારેય સફળ થતી નથી. 

હિન્દુ ધર્મના તમામ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, આપણા પહેલા ભગવાન માતા-પિતા જ છે. તો માતા-પિતાને દુઃખી કરીને પ્રભુ ભક્તિ કરીએ તો તે ભક્તિ પણ વ્યર્થ જાય છે. સુરતની ઘટનામાં સ્વામિનારાય સંપ્રદાયના સાધુઓ બ્રેઈનવોશ કરીને બળજબરીથી જીવતા ભગવાનને ભૂલાવી અદ્રશ્ય ભગવાનની ભક્તિ માટે સાધુઓ બનાવે છે તે નિંદનીય છે અને ખુબ જ ખોટું છે. સ્વામિનારાયણ સાધુઓની વધુ એક બ્રેઈનવોશની ઘટનાની વાત આગળના અહેવાલમાં કરીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news