કોરોનામાં રામબાણ ઈલાજ સાબિત થયેલા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનને લઈને મોટો ખુલાસો....
વડોદરા ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો શીતલ મિસ્ત્રીએ એક નિવેદનમાં કહ્યું કે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ફેઝ-3 ટ્રાયલમાં ફેલ સાબિત થયું છે
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :કોરોનાની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન (tocilizumab injection) ને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. વડોદરા ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો શીતલ મિસ્ત્રીએ એક નિવેદનમાં કહ્યું કે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ફેઝ-3 ટ્રાયલમાં ફેલ સાબિત થયું છે. આ માટે ઇન્જેક્શન બનાવનાર સ્વિત્ઝરલેન્ડની રોશ કંપનીએ ખુલાસો કર્યો છે. સિપ્લા કંપનીએ તબીબોને આ વિશે પત્ર લખ્યો છે. કોરોનાના દર્દીઓ માટે ઇન્જેક્શન માન્ય નથી.
4 કલેક્ટરના પગારની બરાબરી કરતા પશુપાલક ગંગાબેને માત્ર 1 ગાયથી બિઝનેસની શરૂઆત કરી હતી
કોરોનાની સારવાર માટે છેલ્લા કેટલાક સમયથી મોંઘુદાટ ટોસિલિઝુમેબ વરદાન જેવુ સાબિત થયું હતું. આ ઈન્જેક્શન રામબાણ ઈલાજ ગણાતું હતું. આ જાહેરાત બાદ માર્કેટમાં આ ઈન્જેક્શનની કાળાબજારી શરૂ થઈ હતી. ભારતમાં આ ઈન્જેક્શન એકમાત્ર સિપ્લા કંપની દ્વારા જ વેચવામાં આવે છે. આ ઈન્જેક્શનને સ્વિત્ઝર્લેન્ડની રોશ કંપની બનાવે છે. ત્યારે ઈન્જેક્શન બનાવનાર કંપનીએ જ તેના ટ્રાયલ વિશે મોટો ખુલાસો કર્યો છે. આ વિશે ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, રોશ કંપનીએ ઈન્ટરનેશનલ ટ્રાયલ કોવેક્ટાના રિઝલ્ટ પર 29 જુલાઈના રોજ અપડેટ આપ્યા છે કે, અને જાહેર કર્યું કે, ઈન્જેક્શન આડેધડ કોરોનાના પેશન્ટ માટે વાપરી રહ્યા છે તે બંધ થવા જોઈએ. આ ઈન્જેક્શન ન્યૂમોનિયાના દરમાં ઘટાડો નથી કરતા, ન તો દર્દીઓનો મોર્ટાલિટીમાં કોઈ ઘટાડો કરે છે. તેમાં એક જ પરિણામ સારું આવે છે, કે દર્દીના હોસ્પિટલના સમયગાળામાં ફાયદો થયો છે, હોસ્પિટલમાં રહેવાનો સમયગાળો ઓછો થયો છે. બાકી, કોરોનાના મૃત્યુદરમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. તેમજ દર્દીની ક્લિનિકલ કન્ડીશનમાં પણ કોઈ ફાયદો નોંધાયો નથી.
સુધારા પર છે ભરતસિંહ સોલંકીની તબિયત, સીમ્સ હોસ્પિટલે આપ્યા લેટેસ્ટ અપડેટ
તેમણે કહ્યું કે, ટોસિલિઝુમેબ બનાવતી કંપનીએ દાવો કર્યો કે, કોવિડના ફેઝ-3ના ટ્રાયલમાં ઈન્જેક્શન ફેલ સાબિત થયું છે. તેથી તબીબોએ આ ઈન્જેક્શન પિસ્ક્રીપ્શનમાં લખતા પહેલા સંયમ દાખવવું જોઈએ. સ્પિલા કંપનીએ પણ ખુલ્લો પત્ર જાહેર કર્યો છે કે, આ ઈન્જેક્શન ભારતમાં કોરોના-19ના ન્યૂમોનિયા માટે માન્ય નથી. તેથી તેનો ઉપયોગ રિસ્ક અને બેનિફિટની તુલના કરીને કરવો જોઈએ. દરેક દર્દી માટે ઉપયોગ બંધ કરવા તાકીદ કરી છે. રોશ કંપની કહે છે કે, આ દવાનું ટ્રાયલ અન્ય એન્ટીબાયોટિક દવા સાથે કરતા રહીશું. ભવિષ્યમાં સારુ પરિણામ મળશે તો તે અંગે જાણ કરીશું.
ત્યારે કંપનીના આ જાહેરાત બાદ અનેક સવાલો ઉભા થાય છે કે, કંપનીના જાહેરાત બાદ શું ગુજરાતમાં ઈન્જેક્શનનો ઉપયોગ બંધ થશે. 35 હજારથી લઈને 1 લાખ સુધીની કિંમતમાં આ ઈન્જેક્શની કાળાબજારી થઈ રહી હતી. શું સરકાર આ ઈન્જેક્શન પર પ્રતિબંધ મૂકશે, કે પછી તેના ઉપયોગ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરશે. આ ઈન્જેક્શન અત્યાર સુધી અનેક દર્દીઓને આપવામાં આવ્યા છે, ત્યારે કોરોનાના દર્દીઓના મોત આ ઈન્જેક્શનથી તો નથી થતા તે અંગે પણ સવાલો ઉભા થયા છે.
ગુજરાતના વધુ સમાચાર માટે આ લિંક પર કરો ક્લિક.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે