વડોદરાના આ યુવાનોની અનોખી પહેલ, સોશિયલ મીડિયા થકી બચાવે છે લોકોનો જીવ
21મી સદીના યુગમાં સોશિયલ મીડીયાનો મોટાભાગે લોકો દુરઉપયોગ કરતા હોય છે. પરંતુ વડોદરામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરનારા ત્રણ યુવાનો સોશિયલ મીડીયાનો એવો ઉપયોગ કરી રહ્યા છે કે જે લોકોને નવું જીવન દાન આપી રહ્યા છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: 21મી સદીના યુગમાં સોશિયલ મીડીયાનો મોટાભાગે લોકો દુરઉપયોગ કરતા હોય છે. પરંતુ વડોદરામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરનારા ત્રણ યુવાનો સોશિયલ મીડીયાનો એવો ઉપયોગ કરી રહ્યા છે કે જે લોકોને નવું જીવન દાન આપી રહ્યા છે. તો આવો જાણીએ કેવી રીતે આ યુવાનો સોશિયલ મીડીયા થકી લોકોના બચાવી રહ્યા છે જીવ....
વડોદરાના ત્રણ યુવાનો જય પટેલ, જૈવિક પટેલ અને દ્રીપેશ પટેલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તે દરમિયાન તેમણે બ્લડ @ યોર સર્વિસ નામથી સોશિયલ મીડીયા પર ગ્રુપ બનાવ્યું. જેમાં તેમને પોતાના મિત્રો અને સગા સંબધીઓને જોડયા અને જે લોકોને લોહીની જરૂર હોય તેમને પોતાના નંબર પર સંપર્ક કરવા અપીલ કરી. જેના કારણે લોકો ફેસબુક કે વોટસ એપ કે ફોન મારફતે આ ત્રણેય યુવાનોનો સંપર્ક કરતા થયા.
ત્રણ વર્ષ પહેલા યુવાનોએ શરૂ કરેલી પહેલ સમયે માત્ર તેમની પાસે 22 બ્લડ ડોનર્સ હતા. પરંતુ આજે 250થી વધુ બ્લડ ડોનર્સ છે. યુવાનોએ વોટસ એપ પર અલગ-અલગ બ્લડ ગ્રુપના ગ્રુપ બનાવ્યા છે. જેમને પણ જે ગ્રુપનું બ્લડ જોતુ હોય તે ગ્રુપનાં યુવાનો મેસેજ કરે છે અને બ્લડ ડોનર્સ હોસ્પિટલ કે બ્લડ બેન્કમાં જઈ લોહી ડોનેટ કરી આવે છે.
ત્રણેય યુવાનો જેમને પણ લોહી જોઈએ તેમના પાસેથી પહેલા ડોકટરનું પ્રિસ્ક્રિપ્શન માંગી તેની ચકાસણી કરે છે ત્યારબાદ જ ડોનર્સનો સંપર્ક કરે છે. આ યુવાનોએ કેટલા લોકોની કરી મદદ અને કેવી રીતે આમનો સંપર્ક કરી શકાય તેની વાત કરીએ તો આ ત્રણેય યુવાનોએ 2 મે 2016માં ગ્રુપ શરૂ કર્યુ હતું.
શરૂઆતમાં 22 સભ્યો હતા ત્યારબાદ સભ્યો વધતા ગયા અને આજે 250 ડોનર્સ છે. ત્રણ વર્ષમાં 400થી વધુ દર્દીઓને લોહી પુરુ પાડયું છે. આ ત્રણેય યુવાનોનો આ નંબર દ્વારા 8980005300, 9601573434, 8866879114 સંપર્ક કરી શકાય છે. વડોદરાની તમામ બ્લડ બેન્કોમાં અને હોસ્પિટલમાં આ ત્રણેય યુવાનોનો નંબર છે. લોહી માટે હોસ્પિટલમાંથી પણ નંબર મેળવી શકાય છે.
વધુમાં વાંચો: ચોરાયેલા પાકિટ અને મનહરભાઈની સેવા... જાણો શું છે હકિકત
યુવાનોને પોતાના પરિવારમાં જયારે લોહીની જરૂર હતી. તે સમયે તેમને લોહી માટે ખૂબ સંઘર્ષ કરવો પડયો હતો. બ્લડ ગ્રુપના સભ્ય જૈવિક પંડયા કહે છે કે, મારા મિત્રને લોહીની જરૂર પડી હતી. ત્યારે અડધો દિવસ ફર્યા બાદ લોહી મળ્યુ હતુ. જેથી અમે વિચાર કર્યો કે કોઈ પણ દર્દીના સંબધીને લોહી માટે આમતેમ ફરવું ન પડે તેથી અમે ગ્રુપ બનાવી મફતમાં લોહી પુરુ પાડીએ છે. ગ્રુપમાં 37 ફીમેલ ડોનર્સ પણ છે.
જુઓ Live TV:-
આજના સમયમાં કોઈ પણ ઓપરશેન હોય કે પછી અકસ્માત થતો હોય તો લોહીની જરૂર પડતી હોય છે. તેમજ અમુક કિસ્સામાં તો વ્હાઈટ સેલ, રેડ સેલ, પ્લેટલેટસ સહિતની જરૂર પડતી હોય છે. તો કેટલીક વખત ફ્રેશ બ્લડની જરૂર પણ પડતી હોય છે. આવા સમયે દર્દીના સગાને લોહી માટે દોડધામ કરવી પડે છે. ત્યારે આ ત્રણેય યુવાનો દોડધામ કરતા દર્દીના વહારે આવી તેમના માટે આશીર્વાદરૂપ સમાન સાબીત થઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે