સામૂહિક આપઘાત કેસ : નરેન્દ્રભાઈના મૃતદેહ પાસે ફોન રણકતો રહ્યો, ભાનમાં આવ્યા બાદ પુત્રવધુ ઉર્વીએ પોતાના જ ગાલ પર લાફા માર્યાં

સામૂહિક આપઘાત કેસ : નરેન્દ્રભાઈના મૃતદેહ પાસે ફોન રણકતો રહ્યો, ભાનમાં આવ્યા બાદ પુત્રવધુ ઉર્વીએ પોતાના જ ગાલ પર લાફા માર્યાં
  • કોરોનાએ ભલભલા કઠણ કાળજાના લોકોને મજબૂર બનાવી દીધા અને વધુ એક કોરોના સમયનો શિકાર લોકો મોતને ગળે લગાવવા મજબૂર બન્યા છે. વડોદરાના સમા વિસ્તારમાં એક જ પરિવારના 6 લોકોએ ગટગટાવી છે ઝેરી દવા...
  • વડોદરાના સમા વિસ્તારની 1-2 સ્વાતિ સોસાયટીના સી-13 નંબરના આ દ્રશ્યો છે જ્યાં એક જ પરિવારના 6 સભ્યોએ ગટગટાવ્યું છે ઝેર, આ મકાનમાં ભાડે રહેતા સોની પરિવારના મોભી કોરાના સમયથી આર્થિક ભીંસમાં રહેતા હતા અને આ જ કારણે કંટાળી આ પગલું ભર્યાનું સામે આવ્યું 

ઝી મીડિયા/બ્યૂરો :વડોદરાના સોની પરિવારના સામૂહિક આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. સામૂહિક આત્મહત્યાના કેસે સૌ કોઈને ચોંકાવી દીધા છે. પરિવારના કુલ 6 સભ્યોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. કાળજુ કંપાવનારી ઘટનામાં પરિવારના 60 વર્ષના મોભી, 16 વર્ષની પુત્રી અને 4 વર્ષના માસૂમનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સ્વાતિ સોસાયટીમાં પહોંચ્યા હતા. તેમણે સોની પરિવારના ઘરની મુલાકાત લીધી હતી. આ સામૂહિક આત્મહત્યા કેસમાં પરિવારના મોભી નરેન્દ્ર સોની, રિયા સોની અને પાર્થ સોનીનું મોત નિપજ્યું છે. જ્યારે કે, ભાવિન સોની, ઉર્વી સોની અને દિપ્તી સોની હાલ સારવાર હેઠળ છે. 

ભાવિન સોનીએ ભરત વાઘેલાને પોતાનું મકાન વેચ્યું હતું. ભરત વાઘેલાએ 2 લાખ રૂપિયા બાના પેટે આપ્યા હતા. બાદમાં આપઘાત કરનાર ભાવિન સોનીએ વાઘોડિયા ખાતે મકાન લીધું હતું. મકાન પેટે 23 લાખ આપ્યા પણ મકાન ન મળ્યું, જેથી પોલીસમાં પણ કેસ કર્યો હતો. મકાન ના મળતા ભાવિન સોનીએ પોતાના મકાનની ડીલ રદ કરી હતી. ત્યારે મકાન ખરીદનાર ભરત વાઘેલાએ રૂપિયા પરત માંગવા આજે સવારે જ ફોન કર્યો હતો.

જોકે, હોસ્પિટલમાં ભારે નજારો જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પુત્રવધુ અને તેમના સાસુ પોતાની જાત પર જ ગુસ્સો કરતા જોવા મળ્યા હતા. આખરે પોતે ભૂલ કરી હોય તે તેમને સમજાયુ હતું. તેઓને પોતાની જ કરણી પર પશ્ચાતાપ થઈ રહ્યો હતો. હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ પુત્રવધુ ઉર્વીએ હોસ્પિટલમાં પોતાના જ ગાલ પર તમાચા માર્યા હતા. તો બીજી તરફ, સાસુ દિપ્તીબેને પણ અફસોસ વ્યક્ત કર્યો હતો. સાસુ દિપ્તીબેન પણ સ્ટાફ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. હોસ્પિટલનો સ્ટાફ પણ બંનેની આ હરકતથી ચોંકી ગયા હતા. જોકે, બંને હાલ કઈ પરિસ્થિતિમાંથી પસાર થતા હશે તે જાણીને હોસ્પિટલનો સ્ટાફ પણ તેમની મદદે આવ્યો હતો. 

ડેડબોડી પાસે ફોન રણકતો રહ્યો
કોઈ વિચાર સુદ્ધા ન કરે કે વડોદરાનો સોની પરિવાર આત્મહત્યાનું પગલુ ભરશે. સાંજે પાંચ વાગ્યાના અરસામાં એક સંબંધીનો પરિવારના મોભી નરેન્દ્રભાઈ પર એક ફોન આવ્યો હતો. જોકે, ત્યાં સુધી તો તેમણે દવા ગટગટાવી નાંખી હતી. તેમના મૃતદેહની પાસે ફોન રણકતો પડ્યો હતો. ફોન આવે તે પહેલા તો નરેન્દ્રભાઈના પ્રાણ જતા રહ્યા હતા.  

પરિવારના સભ્યોને ટેમ્પોમાં લઈને હોસ્પિટલમાં લઈ જવાયા હતા 
પોલીસ જ્યારે સોની પરિવારના ઘરની અંદર પહોંચી તો ભયાનક નજારો હતો. પરિવારના ચાર સભ્યો જમીન પર પડેલા હતા. જ્યારે એક વ્યક્તિ અને બાળક પલંગ પર જોવા મળ્યું હતું. બચી ગયેલા બે ત્રણ જણા તરફડીયા મારતા હતા અને ઉછાળા મારી ઉલટીઓ કરતા હતા. જમીન પર પડેલા ચાર પૈકીના ૩ લોકો હલનચલન કરતા હોવાથી તે અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓ કરી તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની રાહ જોયા સિવાય થ્રી વ્હીલ ટેમ્પોમાં છાણી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

મધ્યમવર્ગના સોની પરિવારે કેમ આવું પગલું ભર્યું તેની પોલીસે તપાસ શરુ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news