કેતન ઇનામદારે આપેલું રાજીનામું પરત લેશે: ભુપેન્દ્રસિંહનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા છે. 
કેતન ઇનામદારે આપેલું રાજીનામું પરત લેશે: ભુપેન્દ્રસિંહનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ

રવિ અગ્રવાલ/ વડોદરા: સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા છે. 

આ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ એક પરિવારમાં થતી નાની મોટી ચણભણ જેવું છે. કેતન ઇનામદાર પ્રજાપ્રેમી નેતા છે. તેમણે રાજીનામું ધર્યું તે ખુબ જ દુખની વાત છે. પરંતુ તેઓ પક્ષનાં ખુબ જ શિસ્તબદ્ધ નેતાઓ પૈકીનાં એક છે. પક્ષનાં નેતાઓનું માન તેઓ જાળવશે. ટુંક જ સમયમાં તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચશે. જો કે તેમની માંગણીઓ અંગે પુછવામાં આવતા ભુપેન્દ્રસિંહે આ પ્રશ્નનો ઉત્તર આપવાનું ટાળ્યું હતું.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 22, 2020

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદાર દ્વારા Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ ઉપર સુધી રજુઆતો કરવા છતા પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. 

કેતન ઇનામદારે પોતાની અવગણના થઇ રહી હોવાની હૈયાવરાળ સાથે ઇમેઇલ મારફતે પોતાનું રાજીનામું પક્ષ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મોકલી આપ્યું છે. કેતન ઇનામદાર ઘણા સમયથી પક્ષ સામે અસંતોષ વ્યક્ત કરી ચુક્યા છે. સાંસદ રંજના બેન ભટ્ટ દ્વારા અગાઉ અનેક વખત તેમનાં મનામણા કરવામાં આવ્યા હતા. જો કે આખરે અસંતોષ અને અવગણનાને કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ટર્મથી ધારાસભ્ય કેતનભાઇ અગાઉ પણ પોતાની અવગણના થઇ રહી હોવાની રજુઆત પક્ષ અને સાંસદો સહિતનાં અનેક લોકો સમક્ષ કરી ચુક્યા છે. 

કેતન ઇનામદારે પોતે લખેલા પત્રમાં વસવસો વ્યક્ત કરતા જણાવ્યું કે, હું જે જનતાનો પ્રતિનિધિ છું તેનાં જ કામો નથી થઇ રહ્યા. મારી વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ તેમની અવગણના થઇ રહી હોવાનું તેમણે રટણ કર્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ પણ તેમની અવગણનાં કરતા હોવાનો વસવસો ઠાલવ્યો હતો. હાલ તો તેમનાં રાજીનામાને પગલે સમગ્ર ભાજપ અને ગુજરાતનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે. તેમને મનાવવા માટે ભાજપનાં ઉચ્ચ કક્ષાનાં નેતાઓને તેમનાં સાવલી ખાતેનાં નિવાસ સ્થાને દોડાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news