વડોદરા પોલીસનું ફિલ્મી પગલું: નવલખી દુષ્કર્મના આરોપીના 8 દિવસના રિમાન્ડ

શહેરના નવલખી મેદાનમાં સગીરા પર થયેલ સામૂહિક દુષ્કર્મના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કબ્જો મેળવ્યા બાદ વડોદરા પોલીસે આરોપીઓને પીડિતા સમક્ષ રજૂ કરી ઓળખ પરેડ કરાવી. પીડિતાએ આરોપીઓને ઓળખી કાઢતા જ તેમને કોર્ટમાં હાજર કરી પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા. વડોદરાના નવલખી મેદાનમાં દુષ્કર્મના મામલામાં 10 દિવસ બાદ આરોપીઓને પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. ત્યારબાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને સોમવારે નર્મદા ભુવન ખાતે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યા. 
વડોદરા પોલીસનું ફિલ્મી પગલું: નવલખી દુષ્કર્મના આરોપીના 8 દિવસના રિમાન્ડ

રવી અગ્રવાલ/ વડોદરા: શહેરના નવલખી મેદાનમાં સગીરા પર થયેલ સામૂહિક દુષ્કર્મના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કબ્જો મેળવ્યા બાદ વડોદરા પોલીસે આરોપીઓને પીડિતા સમક્ષ રજૂ કરી ઓળખ પરેડ કરાવી. પીડિતાએ આરોપીઓને ઓળખી કાઢતા જ તેમને કોર્ટમાં હાજર કરી પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા. વડોદરાના નવલખી મેદાનમાં દુષ્કર્મના મામલામાં 10 દિવસ બાદ આરોપીઓને પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. ત્યારબાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને સોમવારે નર્મદા ભુવન ખાતે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યા. 

જ્યાં પીડિતા અને તેના મિત્રને પણ બોલાવવામાં આવ્યા. જેમાં પીડિતા અને તેના મિત્રએ બંને આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. વડોદરા પોલીસ કમિશનરે સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં પોલીસ કમિશનરે કહ્યું કે આરોપીઓએ દુષ્કર્મ ગુજાર્યા બાદ પીડિતાના આંતર વસ્ત્રો પોતાની સાથે લઈ ગયા હતા. આરોપીઓએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. પોલીસ આરોપીઓને કડક માં કડક સજા મળે તેવા પ્રયત્નો કરશે. આરોપીઓ નવલખી મેદાનના જંગલના માર્ગથી છેલ્લા દોઢ વર્ષથી જાણતા હતા. દુષ્કર્મની ઘટના બાદ નવલખી મેદાનમાં 36 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવાશે, તેમજ સ્ટ્રીટ લાઈટ પણ લગાવાશે.

સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જેમાં પોલીસે મીડિયા અને વકીલોને ચકમો આપીને ફિલ્મોની જેમ કોર્ટના પાછળના દરવાજેથી આરોપીઓને હાજર કર્યા. પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા. જેમાં કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ માંગ્યા. આરોપીઓને કોર્ટમાં હાજર કરતા મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા. આરોપીઓ પર ટપલીદાવ ન થાય તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાંથી આરોપીઓને બહાર લઈ ગઈ. સરકારી વકીલે કહ્યું કે સરકાર દ્વારા ખાસ સરકારી વકીલની નિમણૂક કરાઇ છે, અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવનાર છે.

 

દુષ્કર્મના આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ હવે પોલીસની નવલખી મેદાનમાં અને તરસાલી વિસ્તારમાં જઇને રીક્રિએશન કરશે. જેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે તેમજ આરોપીઓએ અગાઉ કયા ગુના આચર્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે. ત્યારે પોલીસ રિમાન્ડમાં કઈ મહત્વની બાબતો હવે સામે આવે છે તેના પર સૌ કોઇની નજર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ એન્કાઉન્ટર બાદ બળાત્કારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news