વડોદરાના રસાયણ શાસ્ત્રના પ્રોફેસર કવિયત્રીએ પીએમ મોદી પર લખ્યો ૧૧૯ કવિતાઓનો કાવ્ય સંગ્રહ
કદાચ હિન્દીમાં નરેન્દ્રભાઈના જીવન અને કર્મયોગનું નિરૂપણ કરતા ૧૧૯ કાવ્યોની કોઈ સર્જકે રચના કરી હોય એવો આ પ્રથમ પ્રસંગ હશે. કેટલાંક લોકો પદ મેળવીને વિભૂષિત થાય છે જ્યારે નરેન્દ્રભાઇએ પ્રધાનમંત્રીના પદને વિભૂષિત કર્યું છે.
Trending Photos
" પધારો પ્રધાનમંત્રીજી"ના સ્વાગત શબ્દો સાથે નરેન્દ્ર મોદીને આવકારવા સુસજ્જ બન્યું છે. ત્યારે વડોદરાના એક રસાયણ શાસ્ત્રના પ્રાધાપિકા ડો.નલિની પુરોહિતે તેમના ઉમદા,યશસ્વી અને ઉચ્ચતમ જીવનને શબ્દોમાં વણી લઈને કરેલા કવિતા કર્મને ધ્યાનમાં લેવા જેવું છે.
કવિતાના રસાયણના મર્મજ્ઞ કવિયત્રી - સાહિત્ય સર્જક નલીનીબહેને વિજ્ઞાનના વિષયમાં અધ્યાપનકાર્ય ની સાથે સાહિત્ય અને કવિતામાં ઊંડું ખેડાણ કર્યું છે.નરેન્દ્રભાઇ મોદીના જીવન પર આધારિત કવિતા સંગ્રહ "૨૧ વી સદી કે કર્મયોગી" ઉપરાંત તેમના અન્ય કાવ્ય સંગ્રહો પણ પ્રકાશિત થયાં છે.
કર્મયોગી પર કવિતા કર્મ અંગે તેઓ ખૂબ સૂચક શબ્દોમાં જણાવે છે કે સ્વામી વિવેકાનંદજી,સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોને આપણે સદેહે જોયાં નથી.તેમ છતાં,તેઓ આપણા પથદર્શક છે.
ત્યારે સદનસીબે નરેન્દ્ર મોદીને આપણે સદેહ જોઈ અને અનુભવી રહ્યાં છે. એ સંજોગોમાં એમનું ઉદ્દાત જીવન સૌ માટે અખંડ અને અવિરત પ્રેરણાનો સ્ત્રોત છે.આ અનુભૂતિને જ મેં કાવ્યોમાં કંડારી છે.તેની સાથે તેમણે આ હિન્દી કાવ્ય સંપૂટમાં ગુજરાતની ઓજસ્વી ભૂમિ માટેના ગૌરવને અને નરેન્દ્રભાઇ જેવા પનોતા પુત્રના જન્મદાત્રી માતા હીરાબા પ્રત્યેના અહોભાવને પણ કાવ્યમાં વણી લીધો છે.
એટલું જ નહીં હિરાબાને મળીને આ કાવ્ય સંગ્રહ હાથોહાથ ભેટ આપવાની અને તક મળે તો પ્રધાનમંત્રીને આ પુસ્તક રૂબરૂ આપવાની તેમને અદમ્ય ઈચ્છા છે. તેમણે ગુર્જર ધરાની અસ્મિતા અને સાંસ્કૃતિક વિવિધતાનું પણ તેમાં કાવ્ય નિરૂપણ કર્યું છે.જો કે પ્રધાનમંત્રીએ તેના વિમોચન પ્રસંગે પત્ર શુભેચ્છા પાઠવી હતી.એમાં તેમણે જણાવ્યું હતું કે,કવિતા સંવાદનું સશક્ત માધ્યમ છે. મેં પણ ઘણીવાર મારા વિચારો અને સંવેદનાઓને કવિતામાં ઉતારી છે અને તેની ઊર્જાનો અનુભવ કર્યો છે.સાહિત્ય સમીક્ષક શુભદા પાંડે આ કાવ્ય સંગ્રહ અંગે જણાવે છે કે તમારું કાવ્ય પુસ્તક કોઈ વ્યક્તિને નહિ એક વ્યક્તિત્વ ને સમર્પિત છે.
કદાચ હિન્દીમાં નરેન્દ્ર મોદીના જીવન અને કર્મયોગનું નિરૂપણ કરતા ૧૧૯ કાવ્યોની કોઈ સર્જકે રચના કરી હોય એવો આ પ્રથમ પ્રસંગ હશે. કેટલાંક લોકો પદ મેળવીને વિભૂષિત થાય છે જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીના પદને વિભૂષિત કર્યું છે. નલિનીએ ક્યાંક અર્જુન રૂપે,ક્યાંક ઉત્તમ પથદર્શક રૂપે તેમનું શબ્દ ચિત્ર રજૂ કર્યું છે, સહજ રીતે લખાયેલો આ કાવ્ય ગ્રંથ છે.
તેમણે ગાંધીજી,સરદાર સાહેબ,પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી,ગુજરાત રત્ન મોરારજીભાઇ દેસાઈ જેવા મહાપુરુષોને આ કાવ્ય ગ્રંથ સમર્પિત કર્યો છે. બાત આતી જબ રાજ્ય કી,હમેં ગૌરવ હોતા ગુજરાત પરની લાગણી વ્યક્ત કરતા આ કવિયત્રી નરેન્દ્ર વ્યક્તિત્વને નીરૂપતા કહે છે કે...
સુબહ ચહક્તા ગુલમહોર,ધૂપ કી તપિશ સહતા ગુલમહોર,શામ કો મુસ્કુરાતા ગુલમહોર, ઇસી લિયે લડને કી તાકત રખતા ગુલમહોર...
હમેં મિલા ૨૧ વી સદી કા ગુલમહોર.....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે