વડોદરાએ અપનાવી દેશી રીત, આયુર્વેદિક પદ્ધતિથી સાફ કરાશે તળાવ

lake cleaning with ayurvedic treatment : વડોદરા પાલિકાએ લાલબાગ તળાવથી તળાવ સાફ કરવા માટે આયુર્વેદિક અને જૈવિક પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓએ લાલબાગ તળાવમાં ગૌમૂત્ર અને ગૌછાણમાંથી બનાવેલા બેક્ટેરિયા તળાવમાં નાંખ્યા 

વડોદરાએ અપનાવી દેશી રીત, આયુર્વેદિક પદ્ધતિથી સાફ કરાશે તળાવ

રવિ અગ્રવાલ/વડોદરા :ગંદા થયેલા તળાવને સાફ સફાઈ કરીને ચોખ્ખચણાક કરવામાં આવે છે. પરંતુ વડોદરામાં તળાવને જે રીતે ચોખ્ખુ કરવામાં આવનાર છે, તે ટ્રીટમેન્ટ અદભૂત છે. વડોદરા શહેરમાં તળાવોમાં વેલા ઊગી નીકળ્યા છે, સાથે જ તળાવો ગંદકીથી ખદબદી રહ્યા છે ત્યારે વડોદરા પાલિકાએ તળાવમાંથી વેલા અને ગંદકી દૂર કરવા નવો કીમિયો અપનાવ્યો છે. જેમાં વડોદરા પાલિકાએ એક સંસ્થાની મદદથી તળાવ સાફ કરવા આયુર્વેદિક અને જૈવિક પદ્ધતિ અપનાવી છે.

વડોદરા પાલિકાએ લાલબાગ તળાવથી તળાવ સાફ કરવા માટે આયુર્વેદિક અને જૈવિક પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓએ લાલબાગ તળાવમાં ગૌમૂત્ર અને ગૌછાણમાંથી બનાવેલા બેક્ટેરિયા તળાવમાં નાંખ્યા છે. એરોબેક બેક્ટેરિયા તળાવની ગંદકીને ખોરાક રૂપે સાફ કરશે. જેનાથી તળાવમાં ઊગી નીકળેલી જળકુંભી પણ આપોઆપ સાફ થઈ જશે. 

સતત એક મહિના સુધી રોજ 10 હજાર લિટર પાણીમાં 1 લિટર બેક્ટેરિયાયુક્ત દ્રાવણ નાંખી પાણી તળાવમાં નાખવામાં આવશે. બેક્ટેરિયા એક્ટિવ થતાં પાણીમાં કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ વધશે. જેથી તળાવમાંથી ગંદકી અને જંગલી વેલા સાફ થઈ જશે. 

સંસ્થાએ દાવો કર્યો છે કે આયુર્વેદિક અને જૈવિક બેક્ટેરિયાયુક્ત દ્રાવણથી તળાવમાં સડતા બાયોગેસની દુર્ગંધ ઉપર સંપૂર્ણ નિયંત્રણ આવશે. તેમજ મચ્છરોનો વિનાશ થઈ જશે. જળચર જીવન અને પર્યાવરણીય સ્થિતિનું પુનઃરુસ્થાન થશે. મહત્વની વાત છે કે પાલિકાએ લાલબાગ તળાવમાં પ્રાયોગિક ધોરણે આયુર્વેદિક અને જૈવિક પદ્ધતિથી તળાવની સફાઈ શરૂ કરી છે, જે સફળ થશે તો અન્ય તળાવોમાં પણ આજ રીતે સાફ સફાઈ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news