ગુડ ન્યૂઝ: વડોદરામાં 90 વર્ષના વૃદ્ધાએ કોરોના ને આપી માત 

ચારેબાજુ જ્યારે કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તેમાં પણ વડીલો અને વૃદ્ધોને ખાસ કરીને આ કોરોના વાયરસ પરેશાન કરી રહ્યો છે ત્યારે રાહત આપે તેવા સમાચાર આવ્યાં છે. વડોદરામાં 90 વર્ષના વૃદ્ધાએ કોરોનાને માત આપી. 
ગુડ ન્યૂઝ: વડોદરામાં 90 વર્ષના વૃદ્ધાએ કોરોના ને આપી માત 

રવિ અગ્રવાલ, વડોદરા: ચારેબાજુ જ્યારે કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તેમાં પણ વડીલો અને વૃદ્ધોને ખાસ કરીને આ કોરોના વાયરસ પરેશાન કરી રહ્યો છે ત્યારે રાહત આપે તેવા સમાચાર આવ્યાં છે. વડોદરામાં 90 વર્ષના વૃદ્ધાએ કોરોનાને માત આપી. 

મળતી માહિતી મુજબ વડોદરાના નવાબજાર મરાઠી મહોલ્લામાં રહેતા 90 વર્ષના વૃદ્ધા ગંગાબેન પ્રજાપતિએ કોરોના સામેની લડતમાં જીત મેળવી છે. ગંગાબેન પ્રજાપતિએ માત્ર 15 દિવસમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી. 27 એપ્રિલના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. સયાજી હોસ્પિટલના તબીબોએ આ કેસમાં મોટી સિદ્ધિ મેળવી છે. 

વડોદરામાં કોરોનાના કારણે વધુ 2ના મોત
વડોદરામાં કોરોનાના કારણે વધુ 2 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 61 વર્ષના કૃષ્ણકાંત પટેલ અને 73 વર્ષના અબ્દુલ ધોબીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાના કારણે 12 દર્દીઓના મૃત્યુ થયા છે. પાલિકાના મેડિકલ બુલેટિનમાં 10 દિવસમાં માત્ર એક જ મોત થયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ ન આવતા પાલિકા મોતના સાચા આંકડા જાહેર કરી રહી નથી. 

જુઓ LIVE TV

સમગ્ર રાજ્યમાં કોરોનાના 10989 કેસ
અત્રે જણાવવાનું કે સમગ્ર રાજ્યમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 10989 કેસ નોંધાયા છે. જ્યારે 625 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યાં 8144 કેસ જોવા મળ્યા છે અને 493 લોકોએ જીવ ગુમાવ્યાં છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં અત્યાર સુધીમાં 639 કેસ નોંધાયા છે અને 32 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 384 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ઘરે ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news