ફેમસ આઈસ્ક્રીમ બ્રાન્ડ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન રાજેશ ગાંધીએ આપ્યું રાજીનામુ

આઈસ્ક્રીમ બનાવતી ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન રાજેશ ગાંધીએ રાજીનામુ આપ્યું છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે વિજય શાહને કંપનીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યાં છે.
ફેમસ આઈસ્ક્રીમ બ્રાન્ડ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન રાજેશ ગાંધીએ આપ્યું રાજીનામુ

અમદાવાદ :આઈસ્ક્રીમ બનાવતી ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન રાજેશ ગાંધીએ રાજીનામુ આપ્યું છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે વિજય શાહને કંપનીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યાં છે.

દિવસેને દિવસે વધુ જવાન થઈ શાહરૂખની આ એક્ટ્રેસ, બિકીની ફોટો શેર કરીને થઈ પોપ્યુલર

વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ અને વાડીલાલ એન્ટરપ્રાઈઝ વચ્ચેના વહેવારોમાં પાદર્શિતા ન હોવાનું કારણ ધરીને વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝના બે ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર્સ જીગ્નેશ શાહ અને મલય મહાદેવીયાએ પણ રાજીનામાં આપ્યા છે જેનો બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. 

વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં કહ્યું કે, કંપનીના બોર્ડમાં 8 ડાયરેક્ટર્સ હતા, જેમાંથી ચાર સ્વતંત્ર ડાયરેક્ટર્સ હતા. બે સ્વતંત્ર ડાયરેક્ટર્સના રાજીનામા બાદ બોર્ડની સંખ્યા 6ની થઈ ગઈ છે. તેથી સેબીના નિયમ અનુસાર, રાજેશ ગાંધીના ચેરમેન પદે અંતર્ગત ઓછામાં ઓછા 3 સ્વતંત્ર ડાયરેક્ટર હોવા જરૂરી હતું. પંરતુ બોર્ડ પર માત્ર 2 સ્વતંત્ર ડાયરેક્ટર્સ હોવાથી તેમણે રાજીનામુ આપ્યું છે. તેઓ હજી પણ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝમાં નોન-એક્ઝિક્યુટિવ, નોન-ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે સામેલ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news