અમદાવાદ આવી પહોંચી વેક્સિન: આ પ્રકારે દરેક નાગિરકોને પુરી પાડવામાં આવશે વેક્સિન

દેશમાં કોરોના વેક્સિન અંગે વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીની યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને આયોજનો અંગે મળતી માહિતી અનુાર કોરોના વેક્સિન માટે કેન્દ્ર સરકાર દ્વારા ખા વેબ પોર્ટલ બનાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી બુથની જેમ વિકસિન પૂરી પાડવા માટે બૂથ નક્કી કરવામાં આવશે. ચાર અલગ અલક તબક્કા પ્રમાણે વેક્સિન પહોંચાડાશે. આ માટે બે કમિટી બનાવવામાં આવશે. જેમાંથી એક મુખ્ય સચિવ અને બીજી કમિટીના આરોગ્ય સચિવ રહે તેવી શક્યતા છે. 
અમદાવાદ આવી પહોંચી વેક્સિન: આ પ્રકારે દરેક નાગિરકોને પુરી પાડવામાં આવશે વેક્સિન

અમદાવાદ : દેશમાં કોરોના વેક્સિન અંગે વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીની યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને આયોજનો અંગે મળતી માહિતી અનુાર કોરોના વેક્સિન માટે કેન્દ્ર સરકાર દ્વારા ખા વેબ પોર્ટલ બનાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી બુથની જેમ વિકસિન પૂરી પાડવા માટે બૂથ નક્કી કરવામાં આવશે. ચાર અલગ અલક તબક્કા પ્રમાણે વેક્સિન પહોંચાડાશે. આ માટે બે કમિટી બનાવવામાં આવશે. જેમાંથી એક મુખ્ય સચિવ અને બીજી કમિટીના આરોગ્ય સચિવ રહે તેવી શક્યતા છે. 

વડાપ્રધાન મોદી દ્વારા 8 રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. આ રાજ્યોના મુખ્યમંત્રીઓની વેક્સિન મેનેજમેન્ટ અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠક બાદ જણાવ્યું કે, આઠ રાજ્યોમાંથી સૌથી ઓછા કેસ આવી રહ્યા છે. સંક્રમણ જો કે રાજ્યમાં વધ્યું છે પરંતુ સ્થિતી નિયંત્રણમાં છે. ચિંતાનું કારણ હજી નથી. સંક્રમિત થયેલા વ્યક્તિઓની સાજા થવાનો દર પણ પ્રમાણમાં ઘણો સારો છે. સરકાર તમામ નાગરિકો સાથે જવાબદાર વર્તન દર્શાવી રહી છે. 

વેક્સિન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. વેક્સિન મેનેજમેન્ટ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારતમાં પાંચ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે. ખુબ જ ઝડપથી વેક્સિનન માટે કેન્દ્ર સરકાર એક પોર્ટલ પણ બનાવવા જઇ રહી છે. જેમાં સંપુર્ણ પારદર્શી વહીવટ અને પારદર્શક વિતરણ વ્યવસ્થા કરી શકાય છે. જેમાં સૌ પ્રથમ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર એટલે કે પોલીસ અને હેલ્થ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. ત્યાર બાદ સરકારી કર્મચારીઓ અને અન્ય નાગરિકો ખાસ કરીને વયોવૃદ્ધ અને બાળકો અને સ્વચ્છતા કર્મચારીઓને વેક્સિન અપાશે. ત્યાર બાદ અન્ય નાગરિકોને પણ વેક્સિન પુરૂ પાડવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news