દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત, નવા 6224 કેસ, સતત પાંચમાં દિવસે 100થી વધુ મૃત્યુ
દિલ્હીમાં કોરોનાથી થઈ રહેલા મૃત્યુઆંકે સરકારની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં 6224 નવા કેસની સાથે વધુ 109 લોકોના મૃત્યુ થયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાનો કહેર થોભી રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં દેશની રાજધાનીમાં 6224 નવા કેસ સામે આવ્યા છે અને 109 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દિલ્હીમાં સતત પાંચમાં દિવસે 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
દિલ્હીમાં કોરોનાના કુલ 5,40,541 કેસ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 4943 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,93,419 લોકો સારવાર બાદ સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાના 38,501 એક્ટિવ કેસ છે. કોરોના વાયરસને કારણે દિલ્હીમાં એવરેજ દર કલાકે પાંચ લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. આ પહેલા સોમવારે દિલ્હીમાં 121 લોકોના મૃત્યુ થયા છે.
દિલ્હીમાં સતત વધતા કોરોના કેસ પર એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, તહેવારોની સીઝનમાં કોરોના નિયમોની અનદેખી જોવા મળી છે. લગ્ન જેવા સમારહોમાં લોકો ફોટો ખેંચાવવા માટે માસ્ક લગાવવાનું ભૂલી ગયા. કોરોનાથી બચવા માટે નક્કી કરેલા બધા નિયમોનું પાલન કરવુ ખુબ જરૂરી છે.
સુશીલ મોદીનો આરોપ, એનડીએ ધારાસભ્યોને જેલમાંથી ફોન કરી રહ્યા છે લાલૂ યાદવ
રાજધાનીમાં કોરોનાના વધતા નવા કેસની સાથે મોતના આંકડાએ ચિંતા કરાવી દીધી છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન પ્રમાણે, માત્ર નવેમ્બર મહિનામાં કોરોનાથી 2000 કરતા વધુ મૃત્યુ થયા છે. નવેમ્બર પહેલા જૂન મહિનામાં મૃત્યુનો આંકડો 2 હજારને પાર પહોંચ્યો હતો. પરંતુ નવેમ્બરમાં ઝડપથી થઈ રહેલા મૃત્યુના આંકડા જૂન મહિનાનો રેકોર્ડ તોડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે