ઉત્તરાખંડમાં અકસ્માતે મોત થયેલા 7લોકોના રાજકોટમાં થયા અગ્નિસંસ્કાર, અંતિમયાત્રામાં જોડાયા CMના પત્ની
ઉત્તરાખંડ, રાજકોટ, અકસ્માત , 8 લોકોના મોત, અગ્નિસંસ્કાર, સીએમ, રૂપાણીના પત્ની, અંતિમયાત્રા, Uttarakhand, Rajkot, Accident, 8 people died, CM, wife of Rupani, funeral
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટઃ શુક્રવારે ઉત્તરાખંડના ગંગોત્રી ખાતે બસ અકસ્માતમાં મોતને ભેટેલા રાજકોટના 7 લોકોની આજે અંતિમયાત્રા નીકળી હતી. બાદમાં એક ઇજાગ્રસ્ત થયેલી એક મહિલાનું પણ મોત થતા મૃત્યુઆંક આઠ થયો હતો. આ તમામ લોકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. તમામ મૃતકોને રાજકોટના રામનાથપરા સ્મશાનગૃહમાં અંગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અંતિમયાત્રામાં જોડાયા
સીએમ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્યો ભાનુબેન બાબરીયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય પણ અંતિમયાત્રામાં જોડાયા હતા. મૃતકો કડિયા સમાજના હોવાથી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં કડિયા સમાજના લોકો જોડાયા હતા. સીએમ વિજય રૂપાણી પણ સાંજે મૃતકોના પરિવારને મળીને સાંત્વના પાઠવશે.
તમામ મૃતકો ચારધામની યાત્રા પર નીકળ્યા હતા
તમામ મૃતકો રાજકોટથી ચારધામની યાત્રા પર નીકળ્યા હતા. શુક્રવારે સાંજે યાત્રિકો ગંગોત્રી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ઉત્તરાખંડના ભીરવાડીથી આશરે 10 કિલોમીટર દૂર ઉંડી ખીણમાં બસ ખાબકી હતી. અકસ્માતમાં રાજકોટના સાત લોકો સહિત કુલ નવ લોકોનાં મોત થયા હતા. બાદમાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત થતાં રાજકોટનો મૃત્યાંક આઠ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે