UPSC IFS 2022 final result Out: ગુજરાતના સ્પીપાના ઉમેદવાર જયનીલ દેસાઈએ સમગ્ર દેશમાં વગાડ્યો ડંકો

UPSC IFS 2022 Result: ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એક્ઝામીનેશન 2022નું પરિણામ આજે (શનિવાર) જાહેર કરવામાં આવ્યું છે. 147 ઉમેદવારોને એપોઇન્ટમેન્ટ માટે રિકમંડ કરાયા હતા. UPSC દ્વારા 20 થી 27 નવેમ્બર દરમિયાન પરીક્ષા લેવાઈ હતી.

UPSC IFS 2022 final result Out: ગુજરાતના સ્પીપાના ઉમેદવાર જયનીલ દેસાઈએ સમગ્ર દેશમાં વગાડ્યો ડંકો

UPSC IFS 2022 Result: અતુલ તિવારી/અમદાવાદ: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ ભારતીય વન સેવા પરીક્ષા 2022નું પરિણામ જાહેર કર્યું છે. આજે UPSC ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ 2022ના જાહેર થયેલ પરિણામમાં ગુજરાતના સ્પીપાના તાલીમાર્થી જયનીલ દેસાઈ એ સમગ્ર દેશમાં 12 મો રેન્ક મેળવીને અમદાવાદનું નામ રોશન કરી દીધું છે.

ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એક્ઝામીનેશન 2022નું પરિણામ આજે (શનિવાર) જાહેર કરવામાં આવ્યું છે. 147 ઉમેદવારોને એપોઇન્ટમેન્ટ માટે રિકમંડ કરાયા હતા. UPSC દ્વારા 20 થી 27 નવેમ્બર દરમિયાન પરીક્ષા લેવાઈ હતી. ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને પરસનાલિટી ટેસ્ટ જૂન મહિનામાં આયોજિત થઈ હતી. જેમાં ગુજરાતના સ્પીપાના ઉમેદવાર જયનીલ દેસાઈએ સમગ્ર દેશમાં 12મું સ્થાન હાંસિલ કર્યું છે.

પરીક્ષા આપેલ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. આ ભરતી કસોટી દ્વારા વિવિધ કેટેગરીમાં નિમણૂંક માટે કુલ 147 ઉમેદવારોને સફળ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય વન સેવાની લેખિત પરીક્ષા 20 નવેમ્બરથી 27 નવેમ્બર, 2022 દરમિયાન લેવામાં આવી હતી. વ્યક્તિત્વ કસોટી જૂન 2023 મહિનામાં લેવામાં આવી હતી, જેના આધારે અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

UPSC IFS પરિણામ આ રીતે તપાસો

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
  • હોમપેજ પર IFS અંતિમ પરિણામ 2022 લિંક પર ક્લિક કરો.
  • પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.
  • ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news