દેશમાં એક માત્ર ભૃગુભૂમિ પર ભરાતો અનોખો મેળો, મેઘરાજાના વિસર્જન સાથે આજે મેળાનું સમાપન

કોરોનાની મહામારી બાદ ભરૂચ શહેરમાં મેઘરાજાનો પરંપરાગત મેળો ભરાયો હતો. દિવાસાના બીજા દિવસથી ભરૂચના ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

દેશમાં એક માત્ર ભૃગુભૂમિ પર ભરાતો અનોખો મેળો, મેઘરાજાના વિસર્જન સાથે આજે મેળાનું સમાપન

ભરત ચુડાસમા/ભરૂચ: દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતાં મેઘરાજાના મેળામાં ત્રણ સમાજની છડી આર્કષણનું કેન્દ્ર બની હતી. ભોઇવાડમાં છડીદારોએ 32 ફુટ ઉંચી અને 52 કિલો વજનની છડીને નચાવી હતી. પરંપરાગત છડીદારો ખભા અને છાતી પર ભારે ભરખમ છડીને નચાવતાં હોય છે. ઝુલતી છડીને જોવા માટે સોનેરી મહેલ વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. રાજ્યસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા એ છડી ના દર્શન કરી મેઘરાજાના અંતિમ દિવસે દર્શનનો લાભ લીધો હતો.

કોરોનાની મહામારી બાદ ભરૂચ શહેરમાં મેઘરાજાનો પરંપરાગત મેળો ભરાયો હતો. દિવાસાના બીજા દિવસથી ભરૂચના ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. સાતમના દિવસથી મેળાની રંગત જામી હતી. આઠમના દિવસે મટકીફોડ સાથે જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. ભરૂચમાં ખારવા, વાલ્મિકી અને ભોઇ સમાજની ત્રણ છડીઓ નીકળે છે. રાજ્યસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી એ છડી ના દર્શન કરી મેઘરાજાના અંતિમ દિવસે દર્શન નો લાભ લીધો હતો.

વાંસમાંથી બનેલી છડીઓ દેવી-દેવતાના પ્રતિક સમાન છે. મેઘરાજા ના મેળામાં આ છડીઓને ઝુલતી જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. ભોઇવાડમાં પરંપરાગત છડીદારોએ 32 ફુટ ઉંચી અને 52 કીલો વજનની છડીને નચાવી હતી. આજે રવિવારના રોજ સાંજે 5 કલાકે મેઘરાજાના વિસર્જનની સાથે મેળાનું સમાપન થશે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મેઘરાજાનો મેળો મોકુફ રાખવામાં આવતો હતો. બે વર્ષ બાદ યોજાયેલાં મેળામાં હૈયે હૈયુ દળાય તેટલું માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

ભરૂચના પાંચબત્તીથી સોનેરી મહેલ સુધીના બે કિમીનો માર્ગ જનમેદનીથી ઉભરાય ગયો હતો. સ્ટેશન રોડ ઉપર પણ વેપારીઓએ પથારા નાંખ્યાં હતાં. ભરૂચ તેમજ આસપાસના ગામોમાંથી પણ લોકો મેળાની મોજ માણવા માટે ઉમટી પડયાં હતાં. મેળો સ્થાનિક તથા બહારગામના અનેક વેપારીઓને રોજગારી પુરી પાડતો હોય છે. ભરૂચમાં બે વર્ષ બાદ મેઘરાજાના મેળાની રંગત જામી હતી. 

ભોઇવાડમાં સ્થાપિત મેઘરાજાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. દર વર્ષે દિવાસાની રાત્રિએ ભોઇ સમાજના યુવાનો માટીમાંથી મેઘરાજાની સાડા પાંચ ફુટ ઉંચી પ્રતિમાનું નિર્માણ કરે છે. મેઘરાજાની પ્રતિમા સાથે બાળકોને ભેટાવવાથી તેઓ તંદુરસ્ત રહેતા હોવાની માન્યતા છે. મેળામાં આવતાં શ્રધ્ધાળુઓએ તેમના બાળકોને મેઘરાજા સાથે ભેટાડવા માટે પડાપડી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news