અનોખો પ્રચાર: હિંમતનગરમાં ઉમેદવાર પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં ગાડુ લઇને પ્રચાર માટે નિકળ્યાં
Trending Photos
શૈલેષ ચૌહાણ/હિંમતનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે જિલ્લામાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. હિંમતનગર ખાતે આવેલ વકતાપૂર જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસી ઉમેદવાર અને તાલુકા પંચાયતના કોંગ્રેસી ઉમેદવારો એ આજે અનોખો પ્રચાર કરી લોકો સમક્ષ વોટ માંગ્યા હતા.
જિલ્લામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થઇ ચુક્યો છે, ત્યારે હિંમતનગર તાલુકાના વક્તાપુર જીલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના કાંતિભાઈ પરમાર અને તાલુકા પંચાયત બેઠકના રોહિતભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર સીટના કોંગ્રેસી ઉમેદવાર. આજથી અનોખો પ્રચાર શરુ કર્યો હતો. તો ગાડામાં મોઘવારીને લઈને લોકમાનસ પર ચિત્ર અંકિત થાય તેને લઈને પ્રચાર કર્યો હતો. તો ગામમાં ફળીયે ફળીયે બળદગાડાની રેલી કહો કે અનોખો પ્રચાર પણ આ માધ્યમ થકી મત માગ્યા હતા. વધતી જતી મોંઘવારી ને ધ્યાનમાં રાખી બળદગાડામાં તેલના ડબ્બા, એક્ટિવા અને ગેસ ની બોટલ મૂકી બળદગાડામાં પ્રચાર કરી લોકો સમક્ષ વોટ માંગ્યા હતા ત્યારે લોકો પણ આ અનોખા પ્રચારમાં જોડાયા હતા.
કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ત્યારે દિન પ્રતિદિન મોંઘવારીનો માર સહન કરી રહેલ લોકો વચ્ચે કોંગ્રેસ હવે અનોખો પ્રચાર કરી રહ્યાં છે. વક્તાપુર જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર કાંતિભાઈ પરમાર ગાડા સાથે પ્રચારમાં નીકળતા સ્થાનિક લોકોનો પણ સહયોગ મળ્યો હતો. દિન પ્રતિદિન ગેસ , પેટ્રોલ અને તેલમાં ભાવ માં નોંધપાત્ર વધારો થતો રહ્યો છે ત્યારે લોકો પણ મોંઘવારીના માર વચ્ચે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આવો અનોખો વિરોધ કરી વોટની માંગણી કરો હતી.
સમગ્ર દેશ જ્યારે મોંઘવારીનો માર સહન કરી રહી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારો ભાજપ સરકારના વિરોધ સાથે લોકો સમક્ષ વોટ માંગવા જઈ રહ્યા છે ત્યારે લોકો પણ આ વિરોધ સાથેના પ્રચારમાં જોડાતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થવાનાં કારણે બજારમાં લગભગ તમામ વસ્તુઓ મોંઘી બની છે. તેવામાં મધ્યમવર્ગ માટે જીવન હરામ બની ગયું છે. તેવામાં પેટા ચૂંટણીમાં પ્રચાર માટે નેતાઓને આ અંગે સવાલ પુછાતા તેઓ પણ જણાવી ચુક્યા છે કે, પેટ્રોલની કિંમત સરકારનાં હાથમાં નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે