સાબરકાંઠામાં દેખાઈ રહસ્યમય રોશની, હોય શકે છે UFO?

સાબરકાંઠાના દરબારગઢમાં આકાશમાં રાતના જોવા મળેલ રોશની લોકો માટે રહસ્યમય બની ગઈ છે. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે. અનેક ગામના લોકો તેને UFO એટલે કે UNIDNETIFIED FLIYNG OBJECT હોવાનું માની રહ્યા છે. આમતો દુનિયાના ઘણા ભાગોમાં UFO દેખાવાના દાવા કરવામાં આવ્યા છે. જેને એલિયન્સ સાથે પણ જોડવામાં આવે છે. 
સાબરકાંઠામાં દેખાઈ રહસ્યમય રોશની, હોય શકે છે UFO?

ઝી મીડિયા બ્યુરો: સાબરકાંઠાના દરબારગઢમાં આકાશમાં રાતના જોવા મળેલ રોશની લોકો માટે રહસ્યમય બની ગઈ છે. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે. અનેક ગામના લોકો તેને UFO એટલે કે UNIDNETIFIED FLIYNG OBJECT હોવાનું માની રહ્યા છે. આમતો દુનિયાના ઘણા ભાગોમાં UFO દેખાવાના દાવા કરવામાં આવ્યા છે. જેને એલિયન્સ સાથે પણ જોડવામાં આવે છે. 

રહસ્યમય રોશની ફોટોમાં થઈ કેપ્ચર
સાબરકાંઠાના ઈડરમાં આવેલા સાબલવાડમાં રાતના સમયે ત્રણ ભાઈઓ ઉભા હતા. જેમાંથી, એક ભાઈ નવીને નવો ફોન લીધો હતો. જે ફોનનો કેમેરા રિઝલ્ટ જોવા માટે તેણે અમુક ફોટોઝ્ કલ્કિ કર્યા હતા. જે બાદ તેને યોગ્ય રિઝલ્ટ ના મળતા તેણે બીજા ફોનમાં ફોટો કલ્કિ કર્યા હતા. જેમાં, ત્રણમાંથી બે ફોટોમાં ઝાડ પાસે આકાશમાં એક રહસ્યમય લીલા અને વાદળી કલરની લાઈટ દેખાઈ હતી. જ્યારે, બીજી તરફ જમીન પર ધુમાળા જેવી આકૃતિ પણ તમામ ભાઈઓએ જોઈ હતી. પહેલાં તેમને લાગ્યું કે આ ડ્રોન હોઈ શકે છે, પણ સમગ્ર તપાસ બાદ તેમને ખબર પડી કે કોઈએ ડ્રોન નથી ઉડાવ્યું. ઉલ્લેખનિય છે કે, ત્રણેય ભાઈઓને આ રોશની નરી આંખે નહોતી દેખાતી માત્ર કેમેરામાં જ આ રોશની કેપ્ચર થઈ હતી.

ગ્રામજનો કરી રહ્યા છે તપાસની માગ
ધીમે-ધીમે આ વાત ગામમાં પ્રસરી હતી. અને લોકોને જાણ થતાં જ ગામના લોકો ફોટોઝ્ જોવા માટે આ ભાઈઓના ઘરે પહોંચ્યા હતા. જ્યારે આ ફોટો આઠ મીનીટના અંતરે લેવામાં આવ્યા હતા. જો કે, આ ઘટના સોમવારની છે. પરંતુ, આ ફોટોઝ્ સોશિયલ મીડિયામાં આજે વાયરલ થયા છે. હાલતો UFO અંગે તંત્ર દ્વારા કોઈ પુષ્ટી નથી કરવામાં આવી. પણ ગામમાં હાલ આ રહસ્યની ચર્ચાએ જોર પકડ્યું છે. સાથે જ આ પરિવારજનને અનેક લોકોના ફોન પણ આવી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી અનેકોવાર ગ્રામજનો દ્વારા આ જગ્યા પર ફોટો પાડવામાં આવી રહ્યા છે. પરંતુ, તમામ લોકોને નિષ્ફળતા જ હાથ લાગી રહી છે. જેના કારણે આ રોશનીનું રહસ્ય વધુને વધુ ગહેરાતું જઈ રહ્યું છે. પરંતુ, સ્થાનિક લોકો આ મામલે વધુ તપાસની માગ તંત્ર પાસેથી કરી રહ્યા છે.

શું હોય છે UFO?
UFO આકાશમાં ઉડતા અજ્ઞાત ઓબ્જેક્ટ્સ માનવામાં આવે છે. આને બીજા ગ્રહના જીવ એટલે કે એલિયનની કલ્પના ને જોડીને જોવામાં આવે છે. કેટલાક લોકોની માનીએ તો આ અજ્ઞાત ઉડતી વસ્તુઓનો આકાર ડિસ્ક જેવો હોય છે. માટે જ તેને ઉડતી રકાબીનું નામ મળ્યું છે. કેટલાક સાક્ષીઓએ તે પણ કહ્યું કે આવી અજ્ઞાત ઉડતી વસ્તુઓના બહારના આવરણમાં ખુબ પ્રકાશ હોય છે. તે કાંતો એકલા ફરે છે અથવા આવી રીતે લયબધ્ધ થઈને ફરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news