કોરોના કેટલી હદે વકરી ચુક્યો છે તે સમજો! ગુજરાતના આરોગ્યપ્રધાન પોતે કોરોનાગ્રસ્ત થયા
Trending Photos
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના ફૂંફાડા મારી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કેસોમાં તબક્કાવાર રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 226 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 163 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,616 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,584 રસીના ડોઝ અપાયા હતા.
જો કે સરકાર હવે કોરોના ગાઇડલાઇનનું ફરી કડકાઇથી પાલન થાય તે માટેના પ્રયાસો ચલાવી રહી છે. તમામ નાગરિકોને ફરજીયાત માસ્ક પહેરવા માટે ફરી એકવાર અપીલ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પણ કડકાઇથી તમામ નિયમોનું પાલન કરાવવા માટેના પ્રયાસો કરાવાઇ રહ્યા છે. તેવામાં કોરોના હવે કેટલી હદે ફરી એકવાર સીરિયસ બની ગયો છે તેની માહિતી તે પરથી જ મળી શકાય કે ગુજરાતનાં આરોગ્ય પ્રધાન રૂષીકેશ પટેલ પોતે જ કોરોનાની ઝપટે ચડી ગયા છે.
મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો આજરોજ રીપોર્ટ પોઝિટિવ આવેલ છે.
ડૉક્ટરોની સલાહ પર હું હોમ આઇસોલેસન હેઠળ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છું.
મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું.
— Rushikesh Patel (@Rushikeshmla) June 21, 2022
ગુજરાતના આરોગ્ય પ્રધાને પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની માહિતી ટ્વીટ કરીને આપી હતી. રૂષીકેશ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા મે RT-PCR ટેસ્ટ કરાવ્યા હતા. જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરોની સલાહના પગલે હું હોમ આઇસોલેશન હેઠળ સંપુર્ણ સ્વસ્થ છું. મારા સંપર્કમાં આવેલા તમામ મિત્રોને કાળજી રાખવા માટે વિનંતી છે. કોઇ શંકાસ્પદ લક્ષણ દેખાય તો તત્કાલ ટેસ્ટ કરાવવા માટે પણ અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે