Maharashtra Political Crisis: એકનાથ શિંદે 40 MLA સાથે સુરતથી ગુવાહાટી પહોંચ્યા, એરપોર્ટ પર BJP સાંસદે મોરચો સંભાળ્યો
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં હાલ રાજકીય ઘમાસાણ મચી ગયું છે. શિવસેનાથી નારાજ એકનાથ શિંદે અને તેમના સપોર્ટવાળા વિધાયકો ગુજરાતના સુરત પહોંચ્યા હતા અને હવે ત્યાંથી મધરાતે રવાના થઈ વહેલી સવારે તેઓ ગુવાહાટી પહોંચી ગયા છે.
Trending Photos
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં હાલ રાજકીય ઘમાસાણ મચી ગયું છે. શિવસેનાથી નારાજ એકનાથ શિંદે અને તેમના સપોર્ટવાળા વિધાયકો ગુજરાતના સુરત પહોંચ્યા હતા અને હવે ત્યાંથી મધરાતે રવાના થઈ વહેલી સવારે તેઓ ગુવાહાટી પહોંચી ગયા છે. એકનાથ શિંદે તરફથી એવો દાવો થઈ રહ્યો છે કે તેમની સાથે 40 વિધાયકો છે. જેમાં 34 શિવસેનાના અને 6 અપક્ષ અને અન્ય પક્ષના વિધાયકો છે. આ તમામ વિધાયકો ખાસ વિમાનથી ગુવાહાટી પહોંચ્યા.
ભાજપના સાંસદ એરપોર્ટ પર જોવા મળ્યા
એવું કહેવાય છે કે ગુવાહાટીમાં આ વિધાયકોને રિસિવ કરવા માટે તેજપુરના ભાજપના સાંસદ પલ્લબ લોચન દાસ પહોંચ્યા હતા. પલ્લબ લોચન દાસ વિધાયકો પહોંચ્યા તેની થોડીવાર પહેલા જ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જો કે તેમણે મીડિયા સાથે વાતચીત કરી નહીં. તેઓ એરપોર્ટના વીઆઈપી એન્ટ્રન્સથી અંદર ગયા. કહેવાય છે કે રાજ્ય સરકાર તરફથી તેઓ વિધાયકોને રિસિવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. જો કે આ જાણકારી સૂત્રો દ્વારા મળી છે તેની હજુ કોઈ પુષ્ટિ થઈ નથી.
#WATCH | A group of Maharashtra MLAs arrives at Radisson Blu Hotel in Guwahati, Assam. Shiv Sena leader Eknath Shinde, upon arrival in Guwahati, said that 40 Shiv Sena MLAs are present here.
Shinde & some other MLAs were unreachable after suspected cross-voting in MLC polls. pic.twitter.com/Fxdd4d5nlC
— ANI (@ANI) June 22, 2022
મહારાષ્ટ્રના આ બળવાખોર વિધાયકોને રિસિવ કરવા માટે 3 બસ એરપોર્ટ પહોંચી. આ બસ આસામ ટ્રાન્સપોર્ટની હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય ટોચના અધિકારીઓ પણ તેમને રિસિવ કરવા માટે પહોંચ્યા હતા. વિધાયકો એરપોર્ટ પાસેની ફાઈવ સ્ટાર હોટલ રેડિસન બ્લ્યૂમાં રાકાયા છે.
"A total of 40 MLAs are present here. We will carry Balasaheb Thackeray's Hindutva," said Shiv Sena leader Eknath Shinde after arriving in Guwahati, Assam pic.twitter.com/1v2nKoTBZR
— ANI (@ANI) June 22, 2022
અત્રે જણાવવાનું કે અસમમાં પણ હાલ ભાજપની સરકાર છે. શિવસેનાના મંત્રી એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો પોકારીને કેટલાક વિધાયકો સાથે ગુજરાતના સુરતમાં ધામા નાખ્યા હતા. કહેવાય છે કે અસમ ભાજપના ટોચના નેતાઓ અને રાજ્ય સરકાર, ગુવાહાટીમાં શિવેસનાના બળવાખોર ધારાસભ્યોના રહેવાની વ્યવસ્થા કરી રહી છે.
#WATCH | "A total of 40 Shiv Sena MLAs are present here. We will carry Balasaheb Thackeray's Hindutva," said Shiv Sena leader Eknath Shinde after arriving in Guwahati, Assam pic.twitter.com/YpSrGbJvdt
— ANI (@ANI) June 22, 2022
ગુવાહાટી પહોંચતા પહેલા શિંદેએ આપ્યું મહત્વનું નિવેદન
ગુવાહાટી રવાના થતા પહેલા એકનાથ શિંદેએ સુરતના એરપોર્ટ પર એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે બાળાસાહેબની શિવસેનાને છોડી નથી કે છોડીશું પણ નહીં. જો કે તેમણે ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકાર અંગે કશું કહ્યું નહીં. શિંદેએ જો કે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વને અનુસરી રહ્યા છીએ અને આગે પણ એમ જ કરીશું. એકનાથ શિંદેનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અટકળો થઈ રહી હતી કે શિંદે અન્ય વિધાયકો સાથે મહાવિકાસ આઘાડી (MVA) સરકારને પાડવા માટે ભાજપમાં જોડાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે