ઓપરેશન સમુદ્ર સેતુ હેઠળ ગુજરાતના 233 નગરિકોને જહાજમાં પોરબંદર લવાયા


ઈરાનથી આવેલા આ નાગરિકોને શહેરમાં વિવિધ જગ્યાએ બનાવેલા ક્વોરેન્ટીન સેન્ટરમાં રાખવામાં આવશે. ત્યાં તેમના જમવા તથા રહેવાની બધી સુવિધા કરવામાં આવી છે. 
 

ઓપરેશન સમુદ્ર સેતુ હેઠળ ગુજરાતના 233 નગરિકોને જહાજમાં પોરબંદર લવાયા

પોરબંદરઃ કોરોના વાયરસને લીધે વિશ્વભરમાં શરૂ થયેલા લૉકડાઉનને કારણે ભારત સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશન અને નૌસેના દ્વારા ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કરવામાં આવ્યું હતું. નૌસેનાના ઓપરેશનના ભાગ રૂપે 11 જુનના રોજ  INS શાર્દુલ જહાજ મારફત ગુજરાતના 233 નાગરિકોને ઇરાનથી પોરબંદર લાવવામાં આવ્યા હતા. 

ત્યાં ગુજરાત સરકાર વતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવેલા તમામ નાગરિકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સાથે તેના બધા સામાનને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યો છે. હવે આ તમામ નાગરિકોને જિલ્લા ક્વોરેન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તેમને અહીં તંત્ર દ્વારા તમામ સુવિધાઓ મળી રહેશે. આ બધા નાગરિકો તેમનો ક્વોરેન્ટીનનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ પોતાના વતન પરત જઈ શકશે. 

કોરોના અનલૉકઃ રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસ 500ને પાર, 38 લોકોના મૃત્યુ

ઈરાનથી પોરબંદર સમુદ્ર તટે આ જહાજ પહોંચ્યું હતું. વિદેશથી આવેલા તમામ નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટીમ બનાવવામાં આવી હતી. જેમાં નોડલ ઓફિસર તરીકે પોરબંદરના પ્રાંત અધિકારી કેવી બાટીની નિમણૂક કરવામાં આવી છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, કલેક્ટર ડીએન મોદી તથા ડીડીઓ વીકે અડવાણીના માર્ગદર્શન હેઠળ ઈરાનથી આવેલા તમામ નાગરિકોના માલ સામાનને નગરપાલિકાના કર્મચારીઓએ સેનેટાઇઝ કર્યો હતો. આ નાગરિકોને શહેરમાં વિવિધ જગ્યાએ બનાવેલા ક્વોરેન્ટીન સેન્ટરમાં રાખવામાં આવશે. ત્યાં તેમના જમવા તથા રહેવાની બધી સુવિધા કરવામાં આવી છે. તેમના માટે કોવિડ-19 પ્રોટોકોલ પ્રમાણે તમામ વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે. આ બધા નાગરિકો પોતાનો ક્વોરેન્ટીન પીરિયડ પૂરો કરશે ત્યારબાદ તેમને પોતાના વતન પરત મોકલી દેવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news