કોરોના વાયરસ: એક જ દિવસમાં સ્પેન, યૂકેથી આગળ નિકળી જઇ વિશ્વમાં ચોથા ક્રમે પહોચ્યું ભારત

ભારત કોરોના વાયરસથી સંક્રમિત વસ્તીના મામલે ગુરૂવારે બે દેશો સ્પેન અને યૂકેને માત આપી છે. આ પ્રકારે કોરોનાથી સૌથી વધુ સંક્રમિત દેશોમાં ભારત દુનિયામાં ચોથો સૌથી મોટો દેશ બની ગયો છે.

કોરોના વાયરસ: એક જ દિવસમાં સ્પેન, યૂકેથી આગળ નિકળી જઇ વિશ્વમાં ચોથા ક્રમે પહોચ્યું ભારત

નવી દિલ્હી: ભારત કોરોના વાયરસથી સંક્રમિત વસ્તીના મામલે ગુરૂવારે બે દેશો સ્પેન અને યૂકેને માત આપી છે. આ પ્રકારે કોરોનાથી સૌથી વધુ સંક્રમિત દેશોમાં ભારત દુનિયામાં ચોથો સૌથી મોટો દેશ બની ગયો છે. ભારતમાં ગુરૂવારે સાંજ સુધી 9,846 નવા કેસ સામે આવ્યા જેથી કુલ કેસની સંખ્યા વધીને 2,97,001 થઇ ગયા છે. આ પ્રકારે ભારતે થોડા સમયના અંતરામાં સ્પેન અને યૂકે બંને દેશોને પાછળ છોડી દીધા. સ્પેનમાં અત્યાર સુધી કુલ 2,89,360 જ્યારે યૂકેમાં કુલ 2,91,409 કોરોનાના કેસ સામે આવી ચૂક્યા તો ભારતમાં ગુરૂવારે સાંજ સુધી ગુરૂવારે સાંજ સુધી 214 કોવિડ 19ના દર્દીઓના મોત થયા છે.

હવ અમેરિકા રૂસ અને બ્રાજીલના તાજા આંકડા અનુસાર કોરોના કેસના કેસ ભારતથી ઉપર અમેરિકા, બ્રાજીલ અને રૂસ જ બચ્યા છે. અમેરિકામાં અત્યારે 20,70,961 કેસ, બ્રાજીલમાં 7,75,581 કેસ જ્યારે રૂસમાં 5,02,436 કેસ છે. આ દેશોમાં ગુરૂવારે સાંજ સુધી ભારત પછી સૌથી વધુ નવા કેસ જ્યાં સામે આવ્યા છે, તે છે રૂસ. રૂસમાં 8,779 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 4,560 નવા કોવિડ 19 દર્દીઓ સાથે અમેરિકા ત્રીજા, 1266 નવા કેસ સાથે ચોથા જ્યારે 397 નવા દર્દીઓ સાથે બ્રાજીલ ટોપ 5 દેશોની યાદીમાં ચોથા નંબર પર છે. 

વસ્તીની દ્વષ્ટિએ તુલના યોગ્ય નહી
જોકે એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે ભારતની દુનિયાના અન્ય દેશોથી આ પ્રકારની તુલના તાર્કિક નથી કારણ કે ભારતની વસ્તીની દ્વષ્ટિએ મોટાભાગના દેશ નાના છે. જોકે ભારત ગુરૂવાર જે સ્પેન અને યૂકે કરતાં આગળ નિકળ્યો, તેની વસ્તી ક્રમશ: 4.70 કરોડ અને 6.80 કરોડ વચ્ચે છે. તેનાથી ઉપર રૂસની વસ્તી લગભગ 14.60 કરોડ છે. 

તો બીજી તરફ લિસ્ટમાં બીજા નંબર પર હાજર બ્રાજીલની વસ્તી 21.25 કરોડ છે જ્યારે ટોપર અમેરિકાની વસ્તી 33 કરોડથી વધુ છે. તો બીજી તરફ ભારતની વસ્તી લગભગ 138 કરોડ છે. એટલે કે ભારતથી ઉપર ત્રણેય દેશોને મિક્સ કરીએ તો વસ્તી લગભગ-લગભગ 59 કરોડ હતી. તેમાં સ્પેન લગભગ 5 કરોડ અને યૂકેની લગભગ 7 કરોડ વસ્તી મિક્સ કરીએ તો પણ 81 કરોડ હતી જે ભારતના મુકાબલે 57 કરોડ ઓછી છે. 

વધુ રિકવરી રેટ અને ઓછો મૃત્યું દર, બંનેમાં ભારત અવલ્લ
એટલું જ નહી, ભારત કોવિડ-19 દર્દીઓના રિકવરી રેટ અને તેનો મૃત્યું દર કેસમાં પણ દુનિયાના કોઇપણ દેશના મુકાબલે સૌથી વધુ સ્થિતિમાં છે. ભારતમાં કોવિડ-19 દર્દીઓની રિકવરી રેટ વધતા-વધતાં 49.21% પર પહોંચી ગયો છે જ્યારે અહીં મૃત્યું દર 1%થી પણ નીચે છે. 
 
દુનિયાભરમાં અત્યાર સુધી કેટલા દર્દી, કેટલા મોત
દુનિયાભરમાં અત્યાર સુધી 75,14,815 કોરોના કેસ સામે આવી ચૂક્યા છે. ગુરૂવારે સાંજ સુધી દુનિયાભરમાં 67,664 નવા કેસ સામે આવ્યા. તો બીજી તરફ કોવિડ-19 મહામારીએ અત્યાર સુધી 4,20,316 લોકોના મોત થયા છે. ગુરૂવારે સાંજ સુધી 2,181 લોકોના જીવ ગયા. અત્યાર સુધી દુનિયા 32,83,793 કોવિડ-19ના દર્દી સારવાર હેઠળ છે જ્યારે 32,83,793 દર્દી સારવાર સાજા થઇ ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news