યુક્રેન પર સંકટ વધતા પોલેન્ડ બોર્ડર પર ભયાનક ભીડ, પોલેન્ડ પહોંચેલા વિદ્યાર્થીઓને કહેવાયું, હવે રોમાનીયા જાઓ...
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ :યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા ફસાયેલાં વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરાયુ છે. જેમાં યુક્રેનથી ત્રીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી ગઈ છે. ક્રેનમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાતા વાલીઓ ચિંતામાં છે. પાટણ અને મહેસાણાના વાલીઓ સરકારને અપીલ કરી છે. પાટણના 30થી વધુ વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છે. 40 કિલો મીટર ચાલીને વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર પહોંચી રહ્યાં છે. આવામાં વિદ્યાર્થીઓના મોબાઈલ સ્વીચ ઓફ થતા વાલીઓ ચિંતામાં મૂકાયા છે. વાલીઓનું કહેવું છે કે તેમના સંતાનો પાસે ખાવા-પીવાની કોઈ સગવડ નથી. હવે તેઓ થાકી જતા પોતાના સામાન પણ રસ્તામાં ફેંકી રહ્યા છે. તાત્કાલિક મદદ કરી બાળકોને હેમખેમ પરત લાવવા વાલીઓ સરકાર પાસે માગ કરી રહ્યા છે.
યુક્રેનથી ધીર ધીરે વિદ્યાર્થીઓની બેચ આવી રહી છે. આવામાં વાલીઓ તેમના સંતાનોને લઇ ભારે ચિંતાતુર બનવા પામ્યા છે. ત્યારે આજે પાટણ જિલ્લા અને મહેસાણા જિલ્લાના વાલીઓ પાટણ ખાતે ભેગા થઇ હવે તેમના સંતાનોને પરત લાવવા શુ કરી શકાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલ યુદ્વને આજે ત્રણ દિવસથી પણ વધુનો સમય થવા આવ્યો છે, ત્યારે આ યુદ્ધ વચ્ચે ભારતથી યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ફસાઈ જવા પામ્યા છે. ચારે તરફની બોર્ડરો સીલ થઇ રહી છે. જેને લઇ વિદ્યાર્થીઓ આમથી તેમા ભારત આવવા રઝળપાટ કરી રહ્યા છે. હાલ તેમની પાસે રૂપિયા નથી, ભોજનની કોઈ વ્યવસ્થા નથી, કાતિલ ઠંડી વચ્ચે પોલેન્ડ બોર્ડર પર ફસાઈ ગયા છે. ત્યાંની એમબીસી દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ મળતો નથી. કોઈ વ્યવસ્થા નથી. વિદ્યાર્થીઓ પાસે રહેલ મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ છે. વાલીઓનો પણ કોઈ સંપર્ક સંતાનો સાથે થઇ શકતો નથી. તો પોલેન્ડની બોર્ડર પરથી ભારત જવા માટેના સમાચાર મળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર ઘણી મુશ્કેલીઓ વેઠીને પહોંચ્યા છે. પણ હવે પોલેન્ડની બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે અને પોલેન્ડના સત્તાધીશો પણ હવે વિદ્યાર્થીઓને બોર્ડર પરથી દૂર જવાનું કહી રહી છે.
આવામાં હવે વિદ્યાર્થીઓ ક્યાં જાય સરકાર દ્વારા પણ કોઈ સહાય મળતી નથી. હવે વિદ્યાર્થીઓ બિલકુલ નિરાધાર બની રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે તેમના વાલીઓ ચિંતાની છ. તેઓ સતત તેમના સંતાનો સાથે સંપર્કમાં છે. તેમની વેદના સાંભળી તેમની આંખોમાંથી પણ આસું વહેવા લાગ્યા છે. કારણ કે રાજકીય આગેવાનો અને સરકારના પ્રતિનિધિઓને અનેક વાર રજૂઆતો કરી છે. પણ કોઈ મદદ હજુ વિદ્યાર્થીઓને મળી નથી. હવે સરકાર અમારી વેદના સાંભળે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેનથી ગુજરાતી વિદ્યાર્થીઓ પરત પહોંચતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓ ભાવુક થયા હતા. ઓપરેશન ગંગા અંતર્ગત 709 ભારતીય વિદ્યાર્થીઓ આજે ભારત પહોંચ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે