યુક્રેન રશિયા News

યુક્રેન પર સંકટ વધતા પોલેન્ડ બોર્ડર પર ભયાનક ભીડ, પોલેન્ડ પહોંચેલા વિદ્યાર્થીઓને કહે
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા ફસાયેલાં વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરાયુ છે. જેમાં યુક્રેનથી ત્રીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી ગઈ છે. ક્રેનમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાતા વાલીઓ ચિંતામાં છે. પાટણ અને મહેસાણાના વાલીઓ સરકારને અપીલ કરી છે. પાટણના 30થી વધુ વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છે. 40 કિલો મીટર ચાલીને વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર પહોંચી રહ્યાં છે. આવામાં વિદ્યાર્થીઓના મોબાઈલ સ્વીચ ઓફ થતા વાલીઓ ચિંતામાં મૂકાયા છે. વાલીઓનું કહેવું છે કે તેમના સંતાનો પાસે ખાવા-પીવાની કોઈ સગવડ નથી. હવે તેઓ થાકી જતા પોતાના સામાન પણ રસ્તામાં ફેંકી રહ્યા છે. તાત્કાલિક મદદ કરી બાળકોને હેમખેમ પરત લાવવા વાલીઓ સરકાર પાસે માગ કરી રહ્યા છે.
Feb 27,2022, 16:34 PM IST

Trending news