અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત

અમદાવાદના કુબેરનગરમાં મોડીરાત્રે બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. અમદાવાદના એ-વોર્ડ પાસે આવેલું મકાન જર્જરિત હાલતમાં હતું, જેથી તે વરસાદી માહોલ હોવાને કારણે ધ્વસંત થયું હતું. મકાનના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો નીચે દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 

અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના કુબેરનગરમાં મોડીરાત્રે બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. અમદાવાદના એ-વોર્ડ પાસે આવેલું મકાન જર્જરિત હાલતમાં હતું, જેથી તે વરસાદી માહોલ હોવાને કારણે ધ્વસંત થયું હતું. મકાનના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો નીચે દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 

અમદાવાદના અનેક વિસ્તારોમાં જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે કુબેરનગરમાં મોડી રાત્રે બે માળનું એક મકાન ધ્વસ્ત થઈ ગયું હતું. આ મકાન જર્જરિત હાલતમાં જ હતું. સતત 5 કલાક કરતા વધુ સમય ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલી હતી. જેમાં બે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તો પ્રેમજી ગઢવી નામના એક યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. આ મકાન ધરાશાયી થતા આજુબાજુના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. 

building_collaspe_died_zee.jpg

દુકાન માલિકને કારણે મકાન પડ્યું - મૃતકના પિતા 
કુબેરનગરમાં મોડી રાત્રે બે માળના કોમ્પલેક્ષમાંથી 3 દુકાનો ધરાશાયી થઈ હતી. અંદાજે 7 કલાક રેસ્ક્યુ કામગીરી ચાલી હતી. ત્યારે કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દુકાનના માલિક ઘનશ્યામભાઈ સિંધીની બેદરકારીને કારણએ તેમના પુત્ર પ્રેમ ગઢવીનું મોત નિપજ્યું છે. દુકાન માલિકે જે તે સમયે સમારકામ કરાવીને દુકાનોના પીલરને હટાવી દીધું હતું. જેથી આ ઘટના બની હતી.

કોટ વિસ્તારમાં અસંખ્ય જર્જિતત મકાનો 
સતત વરસાદથી જર્જરિત મકાનો સામે ખતરો વધ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારમાં સમયાંતરે જર્જરિત મકાન પડવાની ઘટના બનતી રહે છે. જેમાં કેટલીક ઘટનામાં વ્યક્તિના મોત પણ થતા હોય છે. ગત 5 દિવસમાં 2 જગ્યાએ મકાન પડવાની ઘટના બની છે. સ્થાનિક કોર્પોરેટર મયુર દવેએ આ વિશે જણાવ્યું કે, આ વિસ્તાર મકાન પડવાની દર વર્ષે 20 થી 25 ઘટનાઓ બને છે. હજી પણ જૂના અમદાવાદમાં સેંકડોની સંખ્યામાં જર્જરિત મકાનો આવેલા છે. ખાડિયા, કાલુપુર, શાહપુર, દરિયાપુર અને જમાલપુરમાં આવા મકાનોની સંખ્યા પ્રમાણમાં વધુ છે. તો મધ્ય ઝોનમાં અંદાજે 200 જેટલા ભયજનક મકાનો આવેલા છે. આવા જર્જરિત મકાનના રીપેરીંગની લઈને ભાડુઆત-મકાન માલિક વચ્ચે વિવાદ થતાર હે છે. નજીવા ભાડા સાથે રહેતા ભાડુઆત રીપેરીંગ કરાવતા નથી. તો બીજી તરફ, Amc માત્ર નોટિસ આપીને સંતોષ માની લે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news