ગુજરાતના બે સિનિયર IPS અને 2 IAS અધિકારીઓને એમ્પેનલ્ડ કરવામાં આવ્યા
Trending Photos
અમદાવાદ : રાજ્યના 2 સિનિયર આઇપીએસ અને 2 સિનિયર આઇએએસ અધિકારીઓને કેન્દ્ર સરકાર દ્વારા એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ દ્વારા ડી.જી અને સેક્રેટરી લેવલમાં એમ્પેનલ્ડ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત કેડરનાં 2 સિનિયર આઇપીએસ જેમાં ઓફિસર અતુલ કરવાલ અને પ્રવીણ સિંહાનો સમાવેશ થાય છે. તેમને કેન્દ્ર સરકાર દ્વારા ડી.જી લેવલના એમ્પેનલ્ડ કરવામાં આવ્યા છે. પ્રવિણ સિંહા હાલ સીબીઆઇના ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે સેવાઆપી રહ્યા છે.
અતુલ કરવાર કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર નેશનલ પોલીસ ટ્રેનિંગ સેન્ટર હૈદરાબાદ ખાતે ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત કેડરના સિનિયર આઇએએસ અધિકારી કે. શ્રીનિવાસ અને પંકજ જોશીને સેક્રેટરી લેવલમાં એમ્પેનલ્ડ કરવામાં આવ્યા છે. જેમાં પંકજ જોશી કે.શ્રીનિવાસ 1989 બેચના આઇએએસ અધિકારીઓ છે. પંકજ જોશી હાલ ગુજરાત રાજ્યના નાણા વિભાગનાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે કે.શ્રીનિવાસ હાલમાં કેન્દ્ર સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગમાં એડિશનલ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે