જૂનાગઢમાં દાતાર રોડ પર બિલ્ડિંગ ધરાશાયી દુર્ઘટનામાં બે લોકોના મોત, કાટમાળ નીચેથી મૃતદેહ મળ્યા

જૂનાગઢમાં વરસાદી આફત બાદ બીજી દુર્ઘટના બની છે. શહેરના દાતાર રોડ પર આજે બપોરે અચાનક એક જૂનુ મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. 

જૂનાગઢમાં દાતાર રોડ પર બિલ્ડિંગ ધરાશાયી દુર્ઘટનામાં બે લોકોના મોત, કાટમાળ નીચેથી મૃતદેહ મળ્યા

Junagadh News : જૂનાગઢમાં આકાશી આફત વચ્ચે બીજી મોટી આફત આવી છે. જૂનાગઢમાં પૂરના પાણી હજી ઓસર્યા નથી, ત્યાં કડિયાવાડ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે. દાતાર રોડ પર આવેલી બિલ્ડિંગ તૂટી પડી છે. બિલ્ડિંગના કાટમાળ નીચે દબાવાને કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો તેમાં દટાયા  હતા. આ ઘટનાની જાણકારી મળવાની સાથે તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી હતી. 

બપોરે બિલ્ડિંગ થઈ હતી ધરાશાયી
જૂનાગઢમાં બપોરે 2.30 કલાક આસપાસ બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. આ ઘટનાની માહિતી મળતા એનડીઆરએફ સહિતની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે કાટમાળમાં છ જેટલા લોકો દયાયા હતા. જેમાં બે લોકોના મોત થયા છે.  મોટી દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ એકઠા થયા છે. હાલ પ્રાપ્ત માહિતી અનુસાર, કડિયાવાડ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે ત્રણ માળનું મકાન તૂટી પડ્યુ હતું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 24, 2023

ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ, કમિશનર, એનડીઆરએફની ટીમ, આઈજી, ડીજી તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મકાન ઘણું જ જુનૂં છે અને તેમને નોટિસ પણ આપવામાં આવી હતી. છતાં લોકો અંદર રહેતા હતા. 

હાલ જૂનાગઢમાં સ્થિતિ બહુ જ ખરાબ છે. પૂર બાદ હજી પણ જનજીવન સામાન્ય થઈ શક્યુ નથી, હજી પણ અનેક જગ્યાએ પાણી ઓસર્યા નથી. જૂનાગઢ શહેરમાં મેઘ કહેર બાદ જ્યારે જૂનાગઢને મેઘરાજાએ અસ્તવ્યસ્ત કરી દીધું અને લોકોને પહેરવા કપડાં તથા રહેવા માટે ઘર પણ ન રહ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. રાયજીબાગ જેવા પોષ વિસ્તારોમાં વહીવટી તંત્ર રાતોરાત પહોંચ્યું હતું જ્યારે જિલ્લા કલેકટર દ્વારા સ્લમ વિસ્તારોમાં બે દિવસ બાદ મુલાકાત કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ સ્લમ વિસ્તારોમાં લોકોના ઘરની તમામ ઘરવખરી નાશ પામી છે અને લોકોને હાલ માત્ર અપાઇ રહેલા ફૂડ પેકેટ પર જ તેઓનું જીવન ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં વહીવટી તંત્ર સ્લમ વિસ્તારોમાં કઈ રીતનો સર્વે કરી અને કેવી કામગીરી હાથ ધરશે તે જોવું રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news