દાહોદના મીરાખેડી ગામે ટ્રિપલ અકસ્માતમાં 1 મોત, 9 ઘાયલ

ત્રણ બાઈક અને એક કાર વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું 

દાહોદના મીરાખેડી ગામે ટ્રિપલ અકસ્માતમાં 1 મોત, 9 ઘાયલ

દાહોદઃ દાહોદના મીરાખેડી ગામે થયેલા ટ્રિપલ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

દાહોદના મીરાખેડી ગામની નજીક સડક ઉપર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાઈક અને એક કાર સામ-સામા વિચિત્ર રીતે અથડાયા હતા. એક બાઈક કારના અંદર ઘુસી ગયું હતું. જ્યારે એક બાઈક સડકની સાઈડ પર ફેંકાઈ ગયું હતું અને ત્રીજું એક બાઈક સડક પર ફીટ કરાયેલા એક નાના થાંભલામાં ઘુસી ગયું હતું. 

આ વિચિત્ર અકસ્માતમાં 1 બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ધડાકાભેર થયેલા આ અક્સમાતનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 બોલાવવામાં આવી હતી. 

આ વિચિત્ર અકસ્માતમાં અન્ય બાઈક ચાલક 4 વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચી હતી. આથી તેમને તાત્કાલિક સારવાર માટે દાહોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

કારમાં સવાર 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને નજીકમાં આવેલા ખાનગી દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news