લગ્ન બાદ આ વૈભવી બંગ્લોમાં રહેશે ઇશા અંબાણી, આવી હશે સુવિધા
દેશનાં સૌથી મોટા બિઝનેસમેન તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી 12 ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે પરિણય સુત્રથી બંધાશે
Trending Photos
મુંબઇ : દેશનાં સૌથી મોટા ઉદ્યોગપતિ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી 12 ડિસેમ્બરના રોજ આનંદ પિરામલની સાથે પરિણય સુત્રમાં બંધાઇ જસે. 50 હજાર સ્કવેર ફીટ વાળા વર્લી સમુદ્ર કિનારે આવેલ આ પાંચ માળનાં ઘરનું બાંધકામ પુર્ણ કરવા માટે 1500 વર્કર કામ કરી રહ્યા છે. આ ઘરની અંદર સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચ માળની ઇમારતમાં ત્રણ બેસમેન્ટ છે જેમાં બે બેઝમેન્ટમાં પાર્કિંગ અને સર્વિસ ફેસેલિટી રાખવામાં આવી છે.
પિરામલ ગ્રુપે વર્ષ 2012માં ખરીદ્યું
આમ તો ઇશા અંબાણીનું પિયર એટલે કે મુકેશ અંબાણીનું એટીલિયા હાઉસ દેશ જ નહી દુનિયામાં ચર્ચિત છે. પરંતુ તેની નવી હવેલી પણ ખુબ જ શાનદાર છે. પહેલા આ બંગ્લાનો માલિકી હક હિન્દુસ્તાન યુનિલિવર પાસે હતો. જેને પિરામલ ગ્રુપે 2012માં 450 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આનંદ પિરામલનાં પિતા તરફતી આ પુત્રનાં લગ્નની ભેટ માનવામાં આવી રહી છે. આનંદ અને ઇશા 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. ત્યાર બાદ તેઓ વર્લી સી ફેસ ખાતે આવેલા પોતાનાં બંગ્લોમાં શિફ્ટ થઇ જશે.
19 સપ્ટેમ્બરે બીએમસી પાસેથી મળ્યું સર્ટીફિકેટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના માટે તેમને 19 સપ્ટેમ્બરે બીએમસી પાસેથી સર્ટિફિકેટ મળી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અજય પીરામલનું સમગ્ર વિશ્વમાં આશરે 10 અબજ ડોલરનો ફાર્માસ્યુટિકલ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ, રિયલ એસ્ટેટ, આઇટી અને ગ્લાસ પેકેજિંગ સાથે જોડાયેલો બિઝનેસ છે.
આવી છે બંગ્લોમાં સુવિધા
બંગ્લાના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક એન્ટરન્સ લોબી છે અને ઉપરનાં માળમાં લિવિંગ અને ડાઇનિંગ હોલ, ત્રિપલ હાઇટ મલ્ટીપર્પઝ રૂમ, બેડરૂમ અને સર્કયુલર સ્ટડીઝ રૂમ છે. બંગ્લામાં અલગથી લોંજ એરિયા પણ રાખવામાં આવ્યો છે. તેમાં ડ્રેસિંગ રૂમ અને સ્વેટ કોર્ટરનો પણ સમાવેશ થાય છે. આ બંગ્લો હિન્દુસ્તાન યુનિલિવરના ટ્રેનિંગ સેન્ટરનાં એક પ્લોટમાં બનેલો છે. જેનું નામ ગુલિટા હતું. સુત્રો અનુસાર બંગ્લાનું નિર્માણ પુર્ણ થઇ ચુક્યું છે. હાલ તેના ઇન્ટિરિયરને ફીનિશિંગ અપાઇ રહ્યું છે. 1 ડિસેમ્બર સુધીમાં બંગ્લો સંપુર્ણ તૈયાર થઇ જવાનું લક્ષ્ય છે. તે જ દિવસે અહીં પુજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે