અમદાવાદમા બે સગાભાઈઓએ પરિવાર વિખેર્યો, 6 લોકોની સામૂહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર

અમદાવાદના વટવા વિસ્તારમાં એક જ પરિવારના 6 વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. વટવાના પ્રયોસા રેસિડન્સીમાં બે સગાભાઈઓ પોતાના પરિવારને લઈને આપઘાત કર્યો છે. સામૂહિક આપઘાતના પ્રયાસથી વટવા પોલીસ દોડતી થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે, બે સગા ભાઈઓ બાળકો કેમ આપઘાત કર્યો તે કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કોઈ અંતિમ ચિઠ્ઠી કે બીજુ કંઈ હાથ લાગે છે કે નહિ તે તપાસ શરૂ કર્યો છે. જોકે, આ દુખદ ઘટનાથી રેસિડન્સીમાં ગમગીનીનો માહોલ છવાયો છે. પોલીસ એમ પણ તપાસ કરી રહી છે કે, શું કોરોનાકાળમાં આવેલી મંદીના કારણે આ પરિવાર આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી છે કે કેમ. 

અમદાવાદમા બે સગાભાઈઓએ પરિવાર વિખેર્યો, 6 લોકોની સામૂહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના વટવા વિસ્તારમાં એક જ પરિવારના 6 વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. વટવાના પ્રયોસા રેસિડન્સીમાં બે સગાભાઈઓ પોતાના પરિવારને લઈને આપઘાત કર્યો છે. સામૂહિક આપઘાતના પ્રયાસથી વટવા પોલીસ દોડતી થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે, બે સગા ભાઈઓ બાળકો કેમ આપઘાત કર્યો તે કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કોઈ અંતિમ ચિઠ્ઠી કે બીજુ કંઈ હાથ લાગે છે કે નહિ તે તપાસ શરૂ કર્યો છે. જોકે, આ દુખદ ઘટનાથી રેસિડન્સીમાં ગમગીનીનો માહોલ છવાયો છે. પોલીસ એમ પણ તપાસ કરી રહી છે કે, શું કોરોનાકાળમાં આવેલી મંદીના કારણે આ પરિવાર આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી છે કે કેમ. 

સુરતની કંપનીએ એવા માસ્ક બનાવ્યા, જેને વરસાદ પણ ભીંજવી નહિ શકે 

એક જ પરિવારના 6 સભ્યોના મૃતદેહ પ્રયોસા રેસિડન્સીમાંથી મળી આવ્યા છે. જેમાં 4 બાળકો સહિત 6 લોકોના મૃતદેહોને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે. બાળકોની હત્યા કર્યા બાદ પિતાએ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી
 સામે આવી છે. બંન્ને સગા ભાઈઓ પુત્રોને ફરવા લઈ જવાનું કહી ઘરેથી લઈ ગયા હતા. આ સામૂહિક આપઘાત છે કે હત્યા તેને લઈ વટવા GIDC પોલીસે તપાસ શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news