દગાબાજ ચીનને મળશે જવાબ? PM મોદી સાથે આજે સર્વપક્ષીય બેઠક, જાણો કોણ થશે સામેલ

ભારત અને ચીન (INdia-China) વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે સર્વપક્ષીય બેઠક (All Party Meeting) બોલાવી છે. આ વર્ચ્યુઅલ બેઠક આજે સાંજે પાંચ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં અલગ અલગ પાર્ટીઓના અધ્યક્ષ સામેલ થશે. બેઠકમાં ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ પર ચર્ચા થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ આમંત્રિત પક્ષોના અધ્યક્ષો સાથે ગુરુવારે સાંજે વાત કરી હતી. 
દગાબાજ ચીનને મળશે જવાબ? PM મોદી સાથે આજે સર્વપક્ષીય બેઠક, જાણો કોણ થશે સામેલ

નવી દિલ્હી: ભારત અને ચીન (INdia-China) વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે સર્વપક્ષીય બેઠક (All Party Meeting) બોલાવી છે. આ વર્ચ્યુઅલ બેઠક આજે સાંજે પાંચ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં અલગ અલગ પાર્ટીઓના અધ્યક્ષ સામેલ થશે. બેઠકમાં ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ પર ચર્ચા થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ આમંત્રિત પક્ષોના અધ્યક્ષો સાથે ગુરુવારે સાંજે વાત કરી હતી. 

સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, JMMના અધ્યક્ષ હેમંત સોરેન, ટીએમસી પ્રમુખ મમતા બેનરજી, TDPના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ, સામેલ થશે. સર્વપક્ષીય બેઠકમાં આમ આદમી પાર્ટી અને આરજેડીને આમંત્રણ અપાયું નથી. 

બેઠકમાં આ નેતાઓ થશે સામેલ
બેઠકમાં શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન, શિરોમણી અકાળી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ, ટીઆરએસ પ્રમુખ અને તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, બીજૂ જનતા દળના અધ્યક્ષ અને ઓડિશાના સીએમ નવીન પટનાયક, સીપીઆઈ-એમના મહાસચિવ સીતારામ યેચુરી, એનસીપી પ્રમુખ શરદ પવાર, YSR કોંગ્રેસના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડી, JDU અધ્યક્ષ, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, અને ડીએમકેના અધ્યક્ષ એમ કે સ્ટાલિન સર્વપક્ષીય બેઠકમાં સામેલ થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news