ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં હજુ 24 કલાક કરા સાથે કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી તો મધ્ય ગુજરાતમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામમાં આજે વરસાદની આગહી છે. ત્યારે હવામાન વિભાગે આજ માટે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે સવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મ્સની આગાહી છે. તો મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ગાઢ ધુમ્મ્સ છવાયેલુ રહેશે. આજે રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે. 

ક્યાં ક્યાં આવી શકે છે વરસાદ

1/4
image

હજુ 24 કલાક ગુજરાતમાં માવઠાની હવામાનની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. જે મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો ગાંધીનગર, પાટણ, મહેસાણામાં કમોસમી વરસાદની આગાહી છે. ખેડા, આણંદ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં કમોસમી વરસાદની આગાહી છે.

વરસાદ બાદ હાડ થીજવતી ઠંડી પડશે 

2/4
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમણે 28 ડિસેમ્બર સુધી માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાથી ભેજના કારણે માવઠાની સંભાવના છે. જેને કારણે બનાસકાંઠા અને સાંબરકાંઠામાં સૌથી વધારે માવઠાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમા પણ માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતવરણ રહેશે. સમગ્ર ગુજરાતમાં મોસમના આવેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાની થવાની સંભાવના છે. માવઠા બાદ તીવ્ર ઠંડી આવશે. 

રાજ્યમાં ભર શિયાળે માવઠાની હવામાન વિભાગની આગાહી 

3/4
image

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ કે દાસે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની શક્યતા છે. રાજ્યમાં પવનની ગતિ 40/50 કિમી પ્રતિ કલાકની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. 

અંબાલાલ પટેલની આગાહી 

4/4
image

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 27, 28, 29 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. આ દિવસોમાં કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદથી કેટલાક પાકો અને શાકભાજીમાં નુકસાની થશે. રીંગણ, દિવેલા રાઇ જેવા પાકોમાં નુકસાની થવાની શક્યતા વધારે છે.