સુરત અગ્નિકાંડ: ફરાર આરોપી બિલ્ડર હર્ષુલ વેકરીયા અને જીજ્ઞેશ પાઘડાળની ધરપકડ

આખા દેશને જેણે હચમચાવી નાખ્યો છે તે સુરતના અગ્નિકાંડ પર હવે નેતાઓ રાજકારણ રમવા લાગી ગયા છે. રાજકારણ ગરમાયું છે. 22 માસૂમ બાળકોએ કોઈ પણ વાંક વગર પોતાના જીવ ગુમાવ્યાં. દેશે આશાસ્પદ ભવિષ્ય ધરાવતા વિદ્યાર્થીઓ ગુમાવ્યાં. આ ઘટનાને લઈને સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો છે. જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાના સૂર ઉઠ્યા છે. જેના ક્લાસ હતા તે ભાર્ગવ બુટાણી પોલીસ રિમાન્ડમાં છે. જ્યારે જે બે આરોપી બિલ્ડરો ફરાર હતાં તેમની આજે ધરપકડ કરી લેવાઈ છે. 

સુરત અગ્નિકાંડ: ફરાર આરોપી બિલ્ડર હર્ષુલ વેકરીયા અને જીજ્ઞેશ પાઘડાળની ધરપકડ

સુરત: આખા દેશને જેણે હચમચાવી નાખ્યો છે તે સુરતના અગ્નિકાંડ પર હવે નેતાઓ રાજકારણ રમવા લાગી ગયા છે. રાજકારણ ગરમાયું છે. 22 માસૂમ બાળકોએ કોઈ પણ વાંક વગર પોતાના જીવ ગુમાવ્યાં. દેશે આશાસ્પદ ભવિષ્ય ધરાવતા વિદ્યાર્થીઓ ગુમાવ્યાં. આ ઘટનાને લઈને સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો છે. જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાના સૂર ઉઠ્યા છે. જેના ક્લાસ હતા તે ભાર્ગવ બુટાણી પોલીસ રિમાન્ડમાં છે. જ્યારે જે બે આરોપી બિલ્ડરો ફરાર હતાં તેમની આજે ધરપકડ કરી લેવાઈ છે. 

સુરતના તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ જે અગ્નિકાંડ સર્જાયો તેમાં 22 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યાં. આ આર્કેડના ત્રીજા અને ચોથા માળના માલિક એવા હર્ષુલ વેકરીયા અને જીજ્ઞેશ પાઘડાળની પોલીસે ધરપકડ કરી લીધી છે. આર્કેડના ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણી હાલ પોલીસ રિમાન્ડ પર છે. આ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ઘટના અંગે આઈપીસીની કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે. 

મુખ્ય સચિવ ડો જે એન સિંહની પત્રકાર પરિષદ
આ મામલે મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે  પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સુરતની આગ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ, મોલ સહિતની ખાનગી મિલ્કતોમાં ફાયર સેફ્ટી અને આપદા પ્રબંધન માટે ખાસ ડ્રાઇવ કરવામાં આવી છે. સુરતની આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચનાઓ અનુસાર સમગ્ર રાજ્યમાં 2055 જેટલા અધિકારીઓની 713 ટીમ નગરો, મહાનગરોમાં સઘન તપાસ કરી રહી છે અને  અત્યાર સુધીમાં 9965 મિલ્કતોની તપાસ કરાઈ છે.

તેમણે કહ્યું કે ફાયર સેફ્ટીની જ્યાં સુવિધા ન હોય ત્યાં સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે રાજ્યમાં 9395 બિલ્ડીંગને, મિલ્કતોને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. રાજ્ય સરકાર સુરતની આગ દુર્ઘટનાને ગંભીરતાથી લઇને રાજ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે સજાગતાથી  કાર્યરત છે. સુરતમાં 80 ટીમમાં 320 અધિકારીઓએ 1524 જેટલા ટ્યુશન ક્લાસીસ સહિતની મિલ્કતોની ફાયર સેફ્ટી ચેક કરવામાં આવી છે અને 123 સ્થાનોમાં ફાયર સેફ્ટી સુવિધા ન હોવાથી પગલાં લેવાયા છે.મુખ્ય સચિવે કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈના અધ્યક્ષ સ્થાને આવતી કાલે સોમવારે ઉચ્ચ સ્તરીતય બેઠક યોજીને  આવી ઘટના ન બને તે માટેની ચોક્ક્સ રણનીતિ કાર્ય પદ્ધતિ  અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news