લોકસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં 19 IPS સહિત 32 Dyspની બઢતી સાથે બદલી

એન.એન. કોમરને લૉ એન્ડ ઓર્ડરના IGPનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો ખુરશીદ અહેમદને અમદાવાદ હેડક્વાર્ટરના JCPનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

લોકસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં 19 IPS સહિત 32 Dyspની બઢતી સાથે બદલી

અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના 19 આઈપીએસ અધિકારી સહિત 32 Dyspની બઢતી સાથે બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં બદલી કરાયેલા અધિકારીઓની વાત કરીએ તો એન.એન. કોમરને લૉ એન્ડ ઓર્ડરના IGPનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો ખુરશીદ અહેમદને અમદાવાદ હેડક્વાર્ટરના JCPનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે અન્ય અધિકારીઓમાં અશોકકુમાર યાદવ, મનિન્દરપ્રતાપ સિંઘ તથા હિમાંશુ શુક્લાને ATSમાં DIG તરીકે બઢતી સહિત અધિતારીઓની બઢતી આપવામાં આવી છે.

આર. જે. સવાણીને પ્રિન્સિપલ ઓફ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ, વડોદરાનો ચાર્જ, અને વબાંગ જામીરને IGP ઈન્ટેલિજન્સ ગાંધીનગરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે પ્રેમવીરસિંઘને સ્પેશિયલ બ્રાન્ચ-અમદાવાદના એડિશનલ CPનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો એસ. ભરડાને અમદાવાદના સેક્ટર-2ના એડિશનલ સીપી, તથા એચ.આર. ચૌધરીને વડોદરા આર્મ્ડ યુનિટના DIG, તો બિપીન આહિરેને અમદાવાદ ઝોન-6ના DCP અને મનોજ નિનામાની રાજકોટ સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે બદલી કરવામાં આવી છે. 

સૌરભ તોલંબિયાની પશ્ચિમ કચ્છના SP, મહેન્દ્ર બગરિયાની સુરેન્દ્રનગરના SP, હિમકરસિંહની નર્મદાના SP તરીકે બદલી કરાઈ છે. જ્યારે યશપાલ જગનિયાની રાજ્યપાલના ADC તરીકે, જ્યારે અક્ષયરાજ મકવાણાને અમદાવાદ ઝોન-5ના DCP અને ધર્મેન્દ્ર શર્માને ઝોન-2ના DCP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news