ભાવનગરમાં જંગલરાજ: ઉઘરાણીના પૈસા મુદ્દે વેપારીની ઘાતકી હત્યા

શહેરના સંતકવરરામ ચોક વિસ્તારમાં દુકાન ધરાવતા એક વેપારીની બાકી રૂપિયાની ઉઘરાણી કરવા મામલે કાળાનાળા વિસ્તારના ઉપરકોટ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. અનીલ ખેમચંદ રાહેજા નામના વેપારી યુવકને બાકી રૂપિયા આપવા ના બહાને બોલાવી તેનું ઢીમ ઢાળી દઈ હત્યારા ફરાર થી ગયા હતા. આ બનાવના મામલે ડીવાયએસપી સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં જંગલરાજ: ઉઘરાણીના પૈસા મુદ્દે વેપારીની ઘાતકી હત્યા

નવનીત દલવાડી/ભાવનગર: શહેરના સંતકવરરામ ચોક વિસ્તારમાં દુકાન ધરાવતા એક વેપારીની બાકી રૂપિયાની ઉઘરાણી કરવા મામલે કાળાનાળા વિસ્તારના ઉપરકોટ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. અનીલ ખેમચંદ રાહેજા નામના વેપારી યુવકને બાકી રૂપિયા આપવા ના બહાને બોલાવી તેનું ઢીમ ઢાળી દઈ હત્યારા ફરાર થી ગયા હતા. આ બનાવના મામલે ડીવાયએસપી સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.

થોડા દિવસોના વિરામ બાદ ભાવનગર શહેરમાં ફરી ખૂની ખેલ ખેલાયો હતો. આજે બપોરે ભાવનગર શહેરના સંતકવરરામ ચોકમાં પાનમસાલા અને એલ્યુમિનિયમ ફેબ્રીકેશનની દુકાન ધરાવતા અનીલ ખેમચંદ રાહેજા પોતાની દુકાનમાં બપોરે ભોજન કરી રહ્યા હોય ત્યારે તેમના પર તેમના બાકી રૂપિયા લઇ જવા એક વ્યક્તિનો ફોન આવ્યો હતો જેથી વેપારી પોતાનું ભોજન પતાવી જલ્દી થી તેમને બોલાવેલી જગ્યા પર જતા જ હત્યારા અનીલ પર તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા હતા અને તેની ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

આ બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા તેમજ ડીવાયએસપી સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં અનીલ ને કોઈ વ્યક્તિ પાસેથી રૂ. લેવાના હોય અને જેની ઉઘરાણી અનીલ વારંવાર કરતો હોય જેની દાઝ રાખી તેને કાળાનાળા વિસ્તારના ઉપરકોટ વિસ્તારમાં બોલાવી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જયારે પોલીસે આ બાબતે મૃતકના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આ બનાવમાં હત્યાના ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. જયારે હત્યાના બનાવના પગલે રોષે ભરાયેલા સમાજના વેપારીઓએ પોતાના ધંધારોજગાર બંધ કરી પોલીસને આ બનાવમાં તાકીદે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. જયારે લાશને પીએમ માટે ખસેડવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news