અમદાવાદ : 300ના કાફલા સાથે વટવા વિસ્તારમાં વીજ ચોરી માટે મેગા સર્ચ ઓપરેશન શરૂ
અમદાવાદના વટવા ચાર માળિયા ગરીબ આવાસ યોજનાના મકાનોમાં ટોરેન્ટ પાવરની ટીમ પોલીસ દ્વારા આજે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના વટવા ચાર માળિયા ગરીબ આવાસ યોજનાના મકાનોમાં ટોરેન્ટ પાવરની ટીમ પોલીસ દ્વારા આજે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ વિસ્તારમાં વીજ ચોરી થતી હોવાના લીધે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી ટોરેન્ટ પાવર (torrent power) ની 150 કર્મચારીઓની ટીમ અને પોલીસના પણ 150 કર્મચારીઓ સર્ચ ઓપરેશનમાં સામેલ થયા છે.
વટવા, ઇસનપુર અને દાણીલીમડા પોલીસ સ્ટેશન અને SRP ની એક ટુકડી વીજ ચોરીના ચેકિંગમાં જોડાઈ છે. તો 01 એસીપી, 3 પીઆઈ, 6 પીએસઆઇ તથા 1 એસઆરપીની ટુકડી તૈનાત કરી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ વટવા ચાર માળીયામાં વીજ ચોરીની તપાસ કરવામાં ગયેલી ટોરેન્ટની ટીમ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ ફોર્સ લાવવામાં આવી છે.
સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવશે, અને વીજ ચોરી કરતા લોકોને પકડી પાડવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે