આજે એક દિવસમાં જ 18 હજાર કરતા વધુ લોકોએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

દિવાળીના તહેવાર પર રજા હોવાને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારાઓની સંખ્યામાં વધારો થયો છે. 

આજે એક દિવસમાં જ 18 હજાર કરતા વધુ લોકોએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

નર્મદાઃ નવનિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટેની ટિકિટ લેવા માટે બે કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી. નૂતન વર્ષના દિવસે રજાના માહોલમાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટી પડ્યા હતા. આજે એક જ દિવસમાં 18320 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. જેના કારણે પ્રવાસન નિગમને 50 લાખથી વધુની આવક થઈ છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડવા માટે બસ પણ ઓછી પડી હતી. આજથી લેસર શો શરૂ થયો છે જેમાં દિવાળી સ્પેશિયલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલના જીવન ચરિત્ર પર મુવી દર્શાવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news