ગુજરાતીઓ હવે આવી બન્યું; આજે ઓમિક્રોન વિસ્ફોટ, અમદાવાદ-વડોદરા-ખેડા-આણંદમાં ધડાધડ કેસ નોંધાયા
અમદાવાદમાં આજે કોરોના ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે. આ બન્ને કેસ અમદાવાદના બોપલ અને બોડકદેવ વિસ્તારમાં નોંધાયા છે. બીજી બાજુ શહેરમાં કોરોના કેસ વધતા વધુ એક સોસાયટી માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં ફેરવાઈ છે આ સાથે જ કુલ 3 સોસાયટી માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ગુજરાતમાં ઓમિક્રોનની ખતરનાક રીતે એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા 13 કેસ સામે આવતા હવે કુલ આંકડો 43 પર પહોંચ્યો છે. હવે ગુજરાતમાં આજનો દિવસ પણ ભારે રહ્યો છે. આણંદમાં આજે એક કેસ, ખેડામાં ઓમિક્રોન વેરિયન્ટના 3 અને અમદાવાદમાં વધુ 2 કેસ અને વડોદરા કોર્પોરેશનમાં 7 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ 13 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં આજે કોરોના ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે. આ બન્ને કેસ અમદાવાદના બોપલ અને બોડકદેવ વિસ્તારમાં નોંધાયા છે. બીજી બાજુ શહેરમાં કોરોના કેસ વધતા વધુ એક સોસાયટી માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં ફેરવાઈ છે આ સાથે જ કુલ 3 સોસાયટી માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં છે.
ગુજરાતમાં એકાએક કોરોનાથી મોતનો આંક વધ્યો, કેસ એટલા વધ્યા કે થર્ડવેવ સામે દેખાયો!
ઓમિક્રોનના કેસની હિસ્ટ્રી વિશે વાત કરીએ તો આણંદમાં નોધાયેલ એક 47 વર્ષીય વ્યક્તિ યુકેથી ગુજરાત આવ્યો છે અને તેનામાં ઓમિક્રોન દેખાયો છે, તેવી રીતે વડોદરા કોર્પોરેશનના 7 કેસની વાત કરીએ તો તાન્ઝાનિયાથી આવેલ એક 43 વર્ષીય પુરુષમાં, 2 કેસ ઝામ્બિયાથી ગુજરાત આવેલા સ્ત્રી-પુરુષ, આ સિવાય અન્ય 3 કેસમાં બે પુરુષો અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે આ સિવાય 1 કેસ યુએઈથી વડોદરા આવેલા 49 વર્ષીય પુરુષમાં ઓમિક્રોન દેખાયો છે. ખેડામાં તાન્ઝાનિયાથી આવેલ 52 વર્ષીય પુરુષ અને 1 કેસ યુએઈથી ખેડા આવેલ 31 વર્ષીય યુવાનમાં ઓમિક્રોન દેખાયો છે. અન્ય એક કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જ્યારે અમદાવાદમાં ઓમિક્રોનના બે કેસની વાત કરીએ તો 1 કેસ નાઈઝીરિયાથી અમદાવાદ આવેલ 37 વર્ષીય પુરુષ અને અન્ય 1 કેસ યુએઈથી અમદાવાદ આવેલા 42 વર્ષીય પુરુષમાં ઓમિક્રોન દેખાયો છે.
નોંધનીય છે કે અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 43 કેસ નોંધાયા છે, તેમાંથી 8 લોકો ડિસ્ચાર્જ થયા છે.
ખેડા જિલ્લામાં કોરોનાના નવા વેરીયન્ટ ઑમિક્રોનના ત્રણ કેસ નોંધાયા
આજે ખેડા જિલ્લામાં કોરોનાના નવા વેરીયન્ટ ઑમિક્રોનના ત્રણ કેસ નોંધાયા છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે દસ દિવસ પહેલા પોઝિટિવ આવેલા દર્દીઓના રિપોર્ટ જીનોમ સીકવન્સીંગ માટે મોકલવામા આવ્યા હતા.તેમાંથી ત્રણ દર્દીઓના રિપોર્ટ ઑમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક દર્દી દુબઇથી આવેલા છે, એક દર્દી તાન્ઝાન્યાથી આવ્યા છે અને એક નડિયાદના દર્દી ઑમિક્રોન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોઝિટિવ આવ્યા છે. પવનચક્કીરોડ વિસ્તારમાં દૂબઈથી આવેલ દર્દી, તાન્ઝાન્યાથી આવેલ દર્દી પોઝીટીવ છે. અને નડિયાદનો સ્થાનીક રહેવાસી છે જેની કોઈ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ તે એન.આર.આઈના લગ્ન પ્રસંગ અટેન કર્યા હતા. એ પણ ઑમિક્રોન પોઝીટીવ આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે