આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, ઇન્કમટેક્સ ફ્લાયઓવરનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે આવવાના છે. બપોરે ત્રણ કલાકે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. 
આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, ઇન્કમટેક્સ ફ્લાયઓવરનું કરશે લોકાર્પણ

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે આવવાના છે. બપોરે ત્રણ કલાકે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. 

ગૃહ મંત્રી બન્યા પછી પ્રથમવાર અમિત શાહ ત્રીજી તારીખે આવી રહ્યા છે, ત્યારે કાર્યકર્તાઓના ઉત્સાહ વધુ આજે વધુ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાંથી 26 માંથી 26 બેઠક ભાજપ જીતનો જશ્ન તેમની હાજરીમાં ફરીથી ઉજવવામાં આવશે. ત્યારે આજે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમદાવાદમાં તેઓ AMCના 2 વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવાના છે. તેઓ ઇન્કમટેક્સ ફ્લાયઓવર અને નારણપુરા કોમ્યુનિટી હોલને અમદાવાદની જનતા માટે ખુલ્લો મૂકશે. રૂ.57 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ નીચે 175 ફોર વ્હીલર, 450 ટુ વહીલર પાર્ક થઈ શકશે. તો રૂપિયા 18.42 કરોડના ખર્ચે ડી.કે.પટેલ હોલ બનાવવામાં આવ્યો છે. આ મુલાકાતમાં તેઓ ગાંધીનગર લોકસભા હેઠળ
આવતી તમામ 7 વિધાનસભા બેઠકના કાર્યકરો અને હોદેદારોને પણ મળવાના છે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમનુ શિડ્યુલ આવું રહેશે.

  • અમિત શાહ સાંજે 5 કલાકે 57 કરોડના ખર્ચે બનેલા ઇન્કમેટેક્સ ફ્લાઓવર પહોંચશે અને તેનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી સહિત મેયર બીજલ પટેલ તેમજ ભાજપના અનેક કાર્યકરો હાજર રહેશે. 
  • 5.10 કલાકે અમિત શાહ દિનેશ હોલમાં જાહેરસભાને સંબોધશે. 
  • સાંજે 6.45 કલાકે અમિત શાહ ડી.કે.પટેલ હોલનું લોકાર્પણ કરશે. 
  • સાંજે 7.15 કલાકે અમિત શાહ યુનિવર્સિટી કોન્વેકશન હોલમાં ગાંધીનગર લોકસભાના કાર્યકરોને સંબોધશે.
  • આવતીકાલે 4 જુલાઇએ સવારે અમિત શાહ જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં ભાગ લેશે અને સહપરિવાર ભગવાનના દર્શન કરશે. 
  • બપોર બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news