Akshaya Tritiya 2022: અખાત્રીજે જગન્નાથ મંદિરના ઐતિહાસિક રથની પૂજા કરાઈ, હવે રથયાત્રાની તૈયારીઓ શરૂ થશે

આજે અક્ષયતૃતિયા (અખાત્રીજ) નો દિવસ છે. આજે જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી, જેન ચંદન પૂજા કહેવાય છે. આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ચંદન પૂજામાં હાજર રહે છે. 

Akshaya Tritiya 2022: અખાત્રીજે જગન્નાથ મંદિરના ઐતિહાસિક રથની પૂજા કરાઈ, હવે રથયાત્રાની તૈયારીઓ શરૂ થશે

આશ્કા જાની/અમદાવાદ :આજે અક્ષયતૃતિયા (અખાત્રીજ) નો દિવસ છે. આજે જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી, જેન ચંદન પૂજા કહેવાય છે. આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ચંદન પૂજામાં હાજર રહે છે. 

અખાત્રીજના પાવન પર્વથી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. કોરોના કાળના 2 વર્ષ બાદ અખાત્રીજ પર્વે આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાથે વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનું પૂજન કરાયું. રથ પૂજન બાદ રથનું સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ કરવામાં આવે છે. ત્યાર બાદ 14 જૂને રાજ્યના મંત્રીઓની હાજરીમાં જળયાત્રા યોજાશે અને 1 જુલાઈએ રંગેચંગે જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા નીકળશે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમ જ શણગારેલી ટ્રકો સાથે નીકળશે.

આવતા વર્ષે નાથ નવા રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે
આવતા વર્ષે ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજમાન થશે. નાથની નગરચર્યા માટે ખાસ રથ તૈયાર કરવામાં આવશે. જેના માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. રથયાત્રા માટેનું લાકડું ખરીદી લેવામાં આવ્યું છે અને રથ પર લગાવવામાં આવતી સિંહ તેમજ હાથી સહિતની પ્રતિમાઓ પણ આપી દેવામાં આવી છે. વલસાડ અને ધરમપુરના કારીગરો આ રથ બનાવવાના છે. હાલ જે ઐતિહાસિક રથ છે તે અંદાજે 140 વર્ષ જૂના છે. રથ જૂના હોવાના કારણે જર્જરિત થઈ ગયા છે, જેના સમારકામમાં પણ તકલીફ પડી રહી છે. જેથી હવે નવા રથ તૈયાર કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવામાં પાંચથી સાત મહિનાનો સમય લાગે છે. એટલે કે આવતી રથયાત્રામાં નાથ નવા રથમાં બિરાજશે. જો કે, આ વર્ષે તો જૂના રથમાં જ યાત્રા નીકળશે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news