લોકસભાની ચૂંટણીને લઈ સુરતમાં તડામાર તૈયારી શરૂ

ક્સટાઇલ સીટી સુરતમાં પણ ચૂંટણીની જાહેરાત થતા ચૂંટણી સામગ્રી બનાવતા મેન્યુફેકરચર્સ પણ કામે લાગી ગયા છે. દેશમાં લોકસભાની ચૂંટણી અત્યંત મહત્વની હોય દરેક પાર્ટીઓ પ્રચાર માટે બેનરો, ખેસ સહિતની ચૂંટણી સામગ્રી સુરતમાં તૈયાર થાય છે.

લોકસભાની ચૂંટણીને લઈ સુરતમાં તડામાર તૈયારી શરૂ

ચેતન પટેલ, સુરત: લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે. અલગ અલગ પાર્ટીઓએ તો ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કરી દીધા છે. ત્યારે ટેક્સટાઇલ સીટી સુરતમાં પણ ચૂંટણીની જાહેરાત થતા ચૂંટણી સામગ્રી બનાવતા મેન્યુફેકરચર્સ પણ કામે લાગી ગયા છે. દેશમાં લોકસભાની ચૂંટણી અત્યંત મહત્વની હોય દરેક પાર્ટીઓ પ્રચાર માટે બેનરો, ખેસ સહિતની ચૂંટણી સામગ્રી સુરતમાં તૈયાર થાય છે.

સુરતમાં બનનારા કપડાંની ગુણવત્તા શ્રેષ્ઠ હોય સૌથી વધારે ઓર્ડર સુરતના મેન્યુફેકરચર્સને મળે છે. હાલ સુરતમાં ભાજપ કોંગ્રેસ મુખ્ય પાર્ટીઓ સહિત અલગ અલગ પાર્ટીઓના ઝંડા,ખેસ,ટોપી વગેરે બનવા લાગ્યા છે..મેન્યુફેકર મનોજ ગોયલના કહેવા પ્રમાણે આમ તો અલગ અલગ રાજ્યોમાં ચૂંટણીઓ થતી જ રહે છે. જેથી તેઓને ઓર્ડર તો મળતા જ રહે છે. પણ દેશની લોકસભાની ચૂંટણી સૌથી મોટી અને મહત્વની હોય અલગ અલગ રાજ્યોમાંથી ભાજપ કોંગ્રેસ સહિતની વિવિધ પાર્ટીઓ ચૂંટણી સામગ્રી માટે ઓર્ડર આપે છે.

ચૂંટણી સામગ્રી બનાવવા માટે લોકસભા ઇલેક્શનમાં જ કરોડો રૂપિયાનો ઓર્ડર મળતા હોય છે. આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરનો જંગ જામવાનો છે ત્યારે હાલ આ પક્ષો માટે બેનરો, ઝંડા, ખેસ વગેરે બનવાની શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી તેમજ નમો અગેઇનના સૂત્ર સાથે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથના બેનર અને પોસ્ટર સૌથી વધુ ડિમાન્ડમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news