‘મગજ હટે તો બધાના બાપ છીએ, અમારી લાજપોરની દોસ્તી પર નજર ન બગડતાં’

સુરતની વિવાદાસ્પદ ટિકટોક સ્ટાર (tiktok) કિર્તી પટેલ અને લેડી ડોન ભૂરીનો વીડિયો વાયરલ થયો છે. લેડી ડોન ભૂરી સાથે ટીકટોક સ્ટાર કિર્તી પટેલે (kirti patel)  વીડિયો બનાવ્યો છે. કિર્તીએ વીડિયો બનાવીને શેર કર્યો છે. વીડિયોમાં કીર્તિ પટેલ સાથે ભૂરી ડોન (bhuri don) અને અન્ય એક યુવતી દેખાઈ રહી છે. જેમાં ટિકટોક સ્ટાર કહી રહી છે કે, ભૂરી, રસ નથી અમને કોઈ મગજમારીમાં. અમે તો મસ્ત છીએ અમારી ફ્રેન્ડ યારીમાં. ઘટે તો જિંદગી ઘટે. પણ અમારી લાજપોર જેલની ભાઈબંધી છે હો ભાઈ. એમાં કાંઈ ન ઘટે. અમારી ફ્રેન્ડશિપ એટલે કૃષ્ણ સુદામાની જોડી છે. બાકી જો, મગજ હટે તો બધાનો બાપ છીએ. હો મોજ હો.. અમારી જેલની ભાઈબંધીને નજર ન લગાવતા હો.... 

‘મગજ હટે તો બધાના બાપ છીએ, અમારી લાજપોરની દોસ્તી પર નજર ન બગડતાં’

તેજશ મોદી/સુરત :સુરતની વિવાદાસ્પદ ટિકટોક સ્ટાર (tiktok) કિર્તી પટેલ અને લેડી ડોન ભૂરીનો વીડિયો વાયરલ થયો છે. લેડી ડોન ભૂરી સાથે ટીકટોક સ્ટાર કિર્તી પટેલે (kirti patel)  વીડિયો બનાવ્યો છે. કિર્તીએ વીડિયો બનાવીને શેર કર્યો છે. વીડિયોમાં કીર્તિ પટેલ સાથે ભૂરી ડોન (bhuri don) અને અન્ય એક યુવતી દેખાઈ રહી છે. જેમાં ટિકટોક સ્ટાર કહી રહી છે કે, ‘ભૂરી, રસ નથી અમને કોઈ મગજમારીમાં. અમે તો મસ્ત છીએ અમારી ફ્રેન્ડ યારીમાં. ઘટે તો જિંદગી ઘટે. પણ અમારી લાજપોર જેલની ભાઈબંધી છે હો ભાઈ. એમાં કાંઈ ન ઘટે. અમારી ફ્રેન્ડશિપ એટલે કૃષ્ણ સુદામાની જોડી છે. બાકી જો, મગજ હટે તો બધાનો બાપ છીએ. હો મોજ હો.. અમારી જેલની ભાઈબંધીને નજર ન લગાવતા હો....’ હકીકતમાં કિર્તી પટેલ અને ભૂરી ડોનનો આ વીડિયો જૂનો છે, પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ભાવ ઘટતા સોનું હાલ ખરીદવું કે નહિ? એક્સપર્ટસે જવાબમાં કહ્યું કે....

— Zee 24 Kalak (@Zee24Kalak) August 16, 2020

ઉલ્લેખનીય છે કે, સુરતની ભૂરી ડોન અને કિર્તી પટેલના અનેક વિવાદો સામે આવ્યા છે. સુરતના લાજપોર જેલમાં બંન્નેની મિત્રતા થઈ હતી. ત્યાર બાદ બંનેની મિત્રતા આગળ વધી હતી. વીડિયોમાં કિર્તીએ તેમની મિત્રતાને કૃષ્ણ અને સુદામાની જોડી ગણાવી હતી. મૂળ સુરેન્દ્રનગરની વતની કિર્તી પટેલ હાલ સુરતમાં વસવાટ કરે છે. અને તે સોશિયલ મીડિયામાં ખૂબ પોપ્યુલર છે. અને તેમના લાખો ચાહકો છે. કિર્તી પટેલ એક સમયે ફેશન ડિઝાઇનર હતી. ત્યારબાદ તેણે કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. યુટ્યુબ અને ટીકટોકમાં તેના વીડિયોનો ચાહકવર્ગ વધવા લાગ્યા. તેને લોકપ્રિયતા મળવા લાગી. કીર્તિ પટેલના ટીકટોક પર 2 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે અને ચાહક વર્ગ પણ ખુબ મોટો છે. જ્યારે તેમના ઈંસ્ટાગ્રામ પર તેમના 2 લાખથી વધારે ફોલોઅર્સ છે.

monsoon updates : ગણદેવીમાં કાવેરી નદીમાં 5 ડૂબ્યા, વેણુ નદીમાં કારચાલક બૂરી રીતે ફસાયો 
 
Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેલી સુરતની કીર્તિ પટેલ તાજેતરમાં એક મોટા વિવાદમાં ફસાઈ હતી. હત્યાની કોશિશના મામલે કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી હતી. છેલ્લા કેટલાય દિવસોથી કીર્તિ પટેલ tiktok પર વીડિયો બનાવી મૂકી રહી હતી. એક ગ્રુપ સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો, જે મામલે રઘુ ભરવાડ નામના યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હોય તેઓ કહેવામાં આવ્યું છે. કેટલાક દિવસથી ચાલતી માથાકૂટ વચ્ચે કીર્તિએ ટિકટોક (tiktok star) પર તેને જોઈ લેવાની ધમકી આપી હતી.

તો સુરતના વરાછા વિસ્તારમાં બિન્દાસ્ત હથિયારો સાથે ફરતી ભૂરી ડોન સતત વિવાદોમાં અને ચર્ચામાં રહે છે. તેના તલવાર સાથના વીડિયો પણ ફરતા થયા છે. 

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news