ગુજરાતમાં આવેલું છે “દીકરાનું ઘર”: દરેક દીકરા-વહુએ વાંચવા જેવી સ્ટોરી...

દીકરાનું ઘર એ નામ જ કાફી છે, સમજવા માટે કે અહીંયા કોણ રહેતું હશે. દીકરાના ઘરમાં જેના સંતાનો પોતાના માતા પિતાને તરછોડીને જતા હોય છે, અથવા તો એકલવાયું જીવન જીવતા લોકો હોય છે, તેઓ અહીં આવીને રહેતા હોય છે.

ગુજરાતમાં આવેલું છે “દીકરાનું ઘર”: દરેક દીકરા-વહુએ વાંચવા જેવી સ્ટોરી...

ખેડા: ગુજરાતની જનતા ઉત્સવપ્રિય હોય છે. અને એમાંય ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે કે ઉતરાયણ ઉતરાયણમાં બે દિવસ લોકો બધું જ છોડીને પતંગ ચગાવવાનો આનંદ મેળવતા હોય છે. આ એક એવો તહેવાર છે કે જ્યાં અબાલ , વૃદ્ધ સૌ કોઈ આ તહેવારનો આનંદ માણતા હોય છે. આમાં આજે સૌ કોઈ તો પરિવાર સાથે ઉતરાયણ પર્વનો ઉત્સવ મનાવી રહ્યા છે પરંતુ આપણે એ કેવી જગ્યાની વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં માત્ર વૃદ્ધો જે છે તેઓ ઉતરાયણ પર્વનો આનંદ માણી રહ્યા છે. આ સ્થળ છે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલું દીકરાનું ઘર.

દીકરાનું ઘર એ નામ જ કાફી છે, સમજવા માટે કે અહીંયા કોણ રહેતું હશે. દીકરાના ઘરમાં જેના સંતાનો પોતાના માતા પિતાને તરછોડીને જતા હોય છે, અથવા તો એકલવાયું જીવન જીવતા લોકો હોય છે, તેઓ અહીં આવીને રહેતા હોય છે. અને આ સંસ્થા નિશુલ્ક તમામ લોકોની સેવા કરે છે. તેમના રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, જીવન જરૂરિયાતની તમામ વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. 

આ સંસ્થામાં આશરે 75 થી 80 જેટલા વૃદ્ધો રહે છે. ને વૃદ્ધોને પોતાના પરિવાર જેવો માહોલ મળે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવતી હોય છે. ત્યારે આજે જ્યારે ઉતરાયણનો પર્વ છે. ત્યારે આ ઉતરાયણ પર્વ નિમિત્તે પણ વૃદ્ધો પોતાના બાળપણ પોતાના યુવાનીના દિવસો યાદ કરી શકે અને આ તહેવારની ઉજવણી કરી શકે અને એક પરિવાર જેવો માહોલ મળી શકે તે માટે પતંગ ચગાવવાની વ્યવસ્થા કરવામાં આવી. આ સાથે જ જે શાળાના વિદ્યાર્થીઓ હતા. તે પણ આ સમયે ખાસ વૃદ્ધો ને  પ્રોત્સાહિત કરવા માટે ખાસ અહીંયા આવી પહોંચ્યા હતા. અબાલ વૃદ્ધો સૌ કોઈ અહીંયા પતંગ ચગાવીને આનંદ મેળવી રહ્યા હતા. દરમિયાન ઉજવણીનો માહોલ જ કંઈક અલગ જોવા મળ્યો.. 

સાથે જ ઉતરાયણમાં ઊંધિયા જલેબીની પણ લિજ્જત માનવામાં આવતી હોય છે. ત્યારે આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખાસ દીકરાના ઘરમાં ઊંધિયાની પણ તૈયારીઓ જે આ દીકરાના ઘરમાં મહિલાઓ રહે છે તે તૈયારીઓમાં લાગી ગયા છે. એક પરિવારમાં તહેરવાર સમયે જે માહોલ હોય છે, તેવોજ માહોલ આજે આ દીકરાના ઘરમાં જોવા મળ્યો છે.

અહીંયા રેહતા વૃદ્ધ રાજીવ ભાઇ ઝી24કલાક સાથે વાત કરતા જણાવે છે કે, "અહીંયા અમને ઘર જેવો માહોલ લાગી રહ્યો છે. પેહલા હું બીજા ઘરડા ઘરમાં રહેતો હતો, પરંતુ છેલ્લા ૪ મહિના થી હું અહીંયા આવ્યો છું. અહીંયા ઘણી મજા આવે છે. પરીવાર જેવું લાગે છે. આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ ઉત્સાહ થી કરાઈ છે. અમે તો આજે વૃદ્ધ નઈ યુવાન થઈ ગયા હોય એવો ઉત્સાહ આવી ગયો છે. અત્યારે પતંગ ચગાવિશું, ઉંધીયું ,જલેબી ખાઈશું, અને આજે મજ્જા કરીશું.."

તો દીકરાના ઘરના સંચાલક મનુ મહારાજ જણાવી રહ્યાં છે કે, "જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત જે દીકરા નું ઘર છે, તેમાં 75 થી 80 વડીલો આશરો લઈ રહ્યા છે. આ દરેક વડીલોને આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીયા સૌ દાદા પતંગ ચડાવી રહ્યા છે. અહીં ભોજન ની અંદર ઊંધિયું, પૂરી, જલેબી તેમજ અન્ય મીઠાઈ સાથે આજે એમનું ભોજન પણ તૈયાર છે. જેટલા પણ વૃદ્ધો રહે છે તે દરેક વૃદ્ધો નિઃશુલ્ક  રાખવામાં આવે છે.  એમની પાસે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. દિવસની અંદર એમની જે પ્રતિક્રિયા છે, સવારે ઉઠ્યાથી લઈને રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા, સવારમાં  ચા નાસ્તાની વ્યવસ્થા, બપોરે જમવાની વ્યવસ્થા, સાંજે પણ નાસ્તો અને જમવાની વ્યવસ્થા,  તમામ પ્રકારની વ્યવસ્થા એ લોકોના સ્વાસ્થ્યને અનુરૂપ ભોજન સંસ્થા તરફથી આપવામાં આવે છે. 

રાત્રે બે વાગ્યે પણ જો તેઓને ભૂખ લાગી હોય ત્યારે અહીંયા નાસ્તાના ડબ્બા પણ ખુલ્લામા મૂક્યા હોય છે કે જેથી તેઓ પોતાની જાતે લઈને ખાઈ શકે. ઉતરાયણનો પર્વ એટલે દાનનો પર્વ અને ઉતરાણ પર્વ નિમિત્તે ઘણા બધા લોકો દાન કરવા માટે આવ્યા છે. અને અમે બધાને અપીલ કરી રહ્યા છે કે આપની આજુબાજુમાં કોઈ પણ સંસ્થાઓ હોય કે, જે સંસ્થા સારું કામ કરી રહી હોય ત્યાં જઈને ચોક્કસ દાન કરજો. કારણ કે આજનો દિવસ દાનનો પર્વ છે. અને દાનનો મહિમા પણ છે. અહીંયા દરેક તહેવાર ધામ ધૂમથી  મનાવવામાં આવે છે, એ નવરાત્રી હોય કે પછી દિવાળી, હોળી ધુળેટી , ઉતરાયણ, ગણપતિ મહોત્સવ તમામ ઉત્સવ અહીયા ધામધૂમથી મનાવવામાં આવે છે."

તહેવારોની ખરા અર્થમાં ઉજવણી પરિવાર સાથે હોય છે પરંતુ આજે ઉતરાયણ પર્વની ઉજવણી નડિયાદના દીકરાના ઘરમાં સ્નેહના સંબંધે બંધાયેલા પરિવાર સાથે કરવામાં આવી અને અહીં રહેતા તમામ વડીલો પર્વની ઉજવણી કરી આનંદની લાગણી અનુભવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news