80 વર્ષથી અનાજ અને પાણીનો ત્યાગ કરનાર આ ગુરુની શિષ્યોએ કરી ભાવથી પૂજા

આજે સમગ્ર દેશમાં ગુરુપુર્ણીમાંના પાવન પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુરૂભક્ત શિષ્ય દૂર દૂર સુધી ગુરૂવંદના કરવા પહોંચી રહ્યા છે. યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી કે જેઓ છેલ્લા 80 વર્ષથી કોઇ પણ જાતના અનાજ અને પાણી વગર જીવન જીવી રહ્યા છે. જેમની ઉંમર હાલમાં 91 વર્ષની છે. 
 

80 વર્ષથી અનાજ અને પાણીનો ત્યાગ કરનાર આ ગુરુની શિષ્યોએ કરી ભાવથી પૂજા

પરખ અગ્રવાલ/અંબાજી: આજે સમગ્ર દેશમાં ગુરુપુર્ણીમાંના પાવન પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુરૂભક્ત શિષ્ય દૂર દૂર સુધી ગુરૂવંદના કરવા પહોંચી રહ્યા છે. યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી કે જેઓ છેલ્લા 80 વર્ષથી કોઇ પણ જાતના અનાજ અને પાણી વગર જીવન જીવી રહ્યા છે. જેમની ઉંમર હાલમાં 91 વર્ષની છે. 

તેમનાં સ્થાનક અંબાજી ખાતે પણ આજે સવારથી જ તેમનાં શિષ્યનો ભારે મેળાવળો જામ્યો હતો.  ચુંદડીવાળા માતાજીની પાવડી સહીત તેમની પુજાઅર્ચના કરી શિષ્યોએ આરતી ઉતારી હતી. કેટલાક શિષ્યો ચુંદડી વાળા માતાજીને ગુરૂદક્ષિણા પણ આપતાં નજરે પડ્યાં હતા. જ્યાં ગુરૂ તરીકે પુજાઇ રહેલાં ચુંદડીવાળા માતાજીએ પણ શિષ્યને આશીર્વાદ પ્રદાન કર્યા હતા.

અમદાવાદ : અકસ્માતમાં ધોરણ-11માં ભણતી વિદ્યાર્થીનીનું મોત, માતાપિતા રસ્તા પર જ ભાંગી પડ્યા...

મોટા ભાગના શિષ્યો અમદાવાદને તેથી પણ દૂર વસવાટ કરે છે છતા પણ આજે ખાસ ગુરૂપૂજા માટે અંબાજી પહોંચ્યાંને ગુરૂપૂજન કરી ભારે ખૂશી વ્યક્ત કરી રહ્યા હતા. અને આવી વિભુતી કેજે વિશ્વમાં એક માત્ર છે. તેમના આજે આશિર્વાદ મેળવીને ધન્યતા આનુભવી હતી. જોકે આ સાથે અંબાજીમાં કોટેશ્ર્વર ખાતે મહંત ડો. વિશ્વંભરદાસજીના મહારાજના આશ્રમે પણ શિષ્યોએ પણ તેમનું પુજન કર્યુ હતુ. અને ગુરૂએ પણ શિષ્યને ગુરૂ કંઠી પહેરાવી હતી.

જુઓ LIVE TV:

આ સાથે જ  અંબાજીની સંસ્કૃર્તપાઠશાળામાં પણ શિષ્ય દ્વારા ગુરૂવદંના કરાઇ પુજા-અર્ચન કરી ગૂરૂના આશીર્વાદ મેળવ્યાં હતા. ભારત દેશમાં ગુરુપૂર્ણિમાંનું અનોખુ મહત્વ છે. હિન્દુ સમાજના તમામ સંબંધોમાં પવિત્ર સબંધ ગુરુ શિષ્યનો માનવામાં આવે છે. આ દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા કરવામાં આવે છે. અને ગુરુને ગુરુ દક્ષિણા પણ આપે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news