ગુરૂ પૂર્ણિમાના અવસર પર કોચ રમાકાંત આચરેકરને યાદ કરીને ભાવુક થયો સચિન, આપી શ્રદ્ધાંજલિ

ભારત રત્ન અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને તેના મિત્ર વિનોદ કાંબલીને ક્રિકેટના પાઠ ભણાવનાર રમાકાંત આચરેકરનું નિધન આ વર્ષે જાન્યુઆરીમાં થયું હતું. આચરેકર 87 વર્ષના હતા. 
 

 ગુરૂ પૂર્ણિમાના અવસર પર કોચ રમાકાંત આચરેકરને યાદ કરીને ભાવુક થયો સચિન, આપી શ્રદ્ધાંજલિ

મુંબઈઃ દેશભરમાં આજે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. લોકો પોતાના ગુરૂઓને યાદ કરી રહ્યાં છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ પોતાના બાળપણના કોચ રમાકાંત આચરેકરને ગુરૂ પૂર્ણિમાના અવસર પર યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. ભારત રત્ન અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને તેના મિત્ર વિનોદ કાંબલીને ક્રિકેટના પાઠ ભણાવનાર રમાકાંત આચરેકરનું નિધન આ વર્ષે જાન્યુઆરીમાં થયું હતું. આચરેકર 87 વર્ષના હતા. 

ગુરૂ પૂર્ણિમાના અવસર પર સચિને પોતાના કોચની સાથે ફોટો શેર કરતા તેમનો આભાર માન્યો છે. સચિને લખ્યું, 'ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ: ગુરુદેવો મહેશ્વર:! ગુરુ: સાક્ષાત પરબ્રહ્મા તસમૈ શ્રીગુરુ વે નમ:' પોતાના ટ્વીટમાં સચિને આગળ લખ્યું, 'ગુરૂ તે હોય છે જે શિષ્યમાં અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે. તે ગુરૂ બનવા માટે, મને માર્ગ દેખાડવા માટે અને મને તે બનાવવા માટે જે હું આજે છું... આભાર આચરેકર સર.'

Guru is the one who removes the darkness of ignorance in the student.
Thank you Achrekar Sir for being that Guru & guide to me and making me what I am today.#GuruPurnima pic.twitter.com/Tbd74ZdVb0

— Sachin Tendulkar (@sachin_rt) July 16, 2019

મહત્વનું છે કે આચરેકરનું 1990મા દ્રોણાચાર્ય પુરસ્કાર અને 2010મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. 1932મા જન્મેલા આચરેકરે 11 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ પોતે ક્રિકેટમાં મોટુ નામ ન બનાવી શક્યા પરંતુ આચરેકરે ક્રિકેટની દુનિયાને તે મહાન હીરો આપ્યો જેને લોકો આજે સચિન તેંડુલકરના નામથી ઓળખે છે. સચિન પાછલા વર્ષે ગુરૂ પૂર્ણિમાના દિવસે આચરેકરને મળવા માટે તેના ઘરે ગયો હતો અને તેમના આશીર્વાદ લીધા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news